Abtak Media Google News

લક્ઝરી કાર બનાવતી કંપની રોલ્સ રોયસે દુનિયાની સૌથી મોંઘી કાર લોન્ચ કરી છે. આ કારનું નામ બોટ ટેલ છે અને તેની કિંમત 20 મિલિયન પાઉન્ડ એટલે કે આશરે 200 કરોડ રૂપિયા છે. આ કારને તૈયારમાં રોલ્સ રોયસે ચાર વર્ષનો સમય લાગ્યો હતો.રોલ્સ રોયસ બોટ ટેલ ચાર સીટની લક્ઝરી કાર છે અને તે 19 ફૂટ લાંબી છે. આ પહેલી રોલ્સ રોયસ કાર છે જે લક્ઝરી કોચ ઉત્પાદકના નવા કોચબિલ્ડ પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવી છે. આ કાર રોલ્સ રોયસની સ્વેપ ટેલ કારથી પ્રેરિત છે. બોટ ટેલ પહેલા સ્વેપ ટેલ રોલ્સ રોયસની સૌથી મોંઘી કાર હતી.

Advertisement

Boat Tail 02

સ્વેપ ટેલને રોલ્સ રોયસે 2017માં લગભગ 130 કરોડ રૂપિયામાં વેચી હતી. આ કારના ફક્ત એક જ મોડેલને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ લક્ઝરી કાર એક યુરોપિયન વ્યક્તિના અનુરોધને પગલે તૈયાર કરવામાં આવી હતી. માહિતી અનુસાર, બોટ ટેલ કારના ત્રણ મોડેલો લોન્ચ કરવામાં આવશે.કારનો પાછળનો ભાગ લક્ઝરી સ્પીડબોટ જેવો લાગે છે. રોલ્સ રોયસના સીઇઓ ટોર્સ્ટન મ્યુલર કહે છે કે, આ કારને કોઈ પણ હોલિડે અથવા પિકનિક માટે તમામ પ્રકારની સુવિધાઓથી તૈયાર કરવામાં આવી છે અને કોઈ વધુ સારું પેકેજ તમને કારમાં જોવા નહીં મળે.

3Ffdf9Da Da07 4E98 A2F0 Db179B22504D

સાથે કારમાં 15-સ્પીકરની આજુબાજુની સાઉન્ડ સિસ્ટમ પણ છે. આ સિસ્ટમમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે કારના પ્લેટફોર્મનો ઉપયોગ સાઉન્ડ બોક્સ તરીકે થઈ શકે. સ્વિટ્ઝર્લેન્ડની આઇકોનિક વોચમેકર કંપની બોવી 1822એ આ કાર માટે ખાસ ઘડિયાળ તૈયાર કરી છે.

Boat Tail 03

આ કારમાં તે જ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો ઉપયોગ અગાઉ રોલ્સ રોયસ કલિનાન, ફેન્ટમ અને બ્લેક બેજ જેવી લક્ઝરી કારમાં કરવામાં આવ્યો છે. V12 6.75 બાયટર્બો એન્જિન 563 એચપી પહોંચાડવા માટે સક્ષમ છે.

Boat Tail 04

ઉલ્લેખનિય છે કે, ભારતમાં આ કારનો ઉપયોગ અનેક સેલેબ્રિટી દ્વારા કરવામાં આવી છે. ડાયરેક્ટર વિધુ વિનોદ ચોપડાએ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને રોલ્સ રોયસ ફેન્ટમ ભેટ આપી હતી. એકલવ્ય ફિલ્મમાં અમિતાભ બચ્ચને વિધુ વિનોદ ચોપડા સાથે કામ કર્યું હતું અને ફિલ્મનું શૂટિંગ પૂરું થયું ત્યારે કારને દિગ્દર્શકે અમિતાભને ભેટ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.