Abtak Media Google News

પૂ.મહાસતીજીના જીવન આધારીત ‘દિવ્યાત્મા’ ગ્રંથનું રજવાડી સન્માની વિમોચન થશે

ગોંડલ સંપ્રદાયના પૂ. મુક્ત-લીલમ પરિવારના ૧૦૮થી પણ વધારે સાધ્વીરત્નાઓના શ્રધ્ધાપાત્ર ગુરૂણી પદે બિરાજમાન એવા ભાવયોગિની અપૂર્વશ્રુત આરાધિકા પૂ.લીલમબાઈ મહાસતીજીની તૃતીય પુણ્ય સ્મૃતિનો અવસર કાલે  શુક્રવારે સવારના ૦૮.૩૦ કલાકે રાજકોટના રોયલપાર્ક સનકવાસી જૈન મોટા સંઘ- સી.એમ. પૌષધશાળા, ઓમાનવાળા ઉપાશ્રયના આંગણે ઉજવવામાં આવશે. સમારોહ સ્ળ ડુંગર દરબાર, અમીન રોડ જંકસન,જેડ બ્લુ ની સામે, આયોજિત કરવામાં આવ્યું છે.

ગુજરાતરત્ન પૂ.સુશાંતમુનિ મ. સા., રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા. આદિ ૬ સંતો તેમજ ૬૯ મહાસતીજી મળીને ૭૫ સંત સતીજીઓના સાંનિધ્યે અહોભાવપૂર્વક ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે.

પૂ. મુક્ત-લીલમ ગુરુણીભગિનીના પૂજ્યવરા મંગલમૂર્તિ મુક્તાબાઈ મ. એટલે એક એવા સરળ આત્મા જેઓ અનેક અનેકોના હૃદયમાં એક પૂજનીય સન ધરાવતાં હતાં. તથા વિશ્વ પ્રસિધ્ધ આગમ આગમ બત્રીસીનું પ્રધાન સંપાદન કરીને પરમ ઉપકાર કરનારા તેમજ શ્રેષ્ઠ ગુણોથી સમૃધ્ધ એવું સંયમ જીવન જીવીને અનેક અનેક સંયમી આત્માઓ માટે કલ્યાણનો એક પ્રેરણા સ્તોત્ર બની જનારા એવા પૂ. અપૂર્વશ્રુત આરાધિકાના જીવન આધારિત ‘દિવ્યાત્મા’ મુક્ત લીલમગુરુણી સ્મૃતિગ્રંનું વિમોચન આ અવસરે રજવાડી સન્માની કરવામાં આવશે.

ધર્મ વત્સલા માતુશ્રી અનસુયાબેન નટવરલાલ શેઠ પરિવાર ના નિવાસસન.જય જિનેન્દ્ર,રોયલપાર્ક શેરી નં-૫ થી, સવારના ૦૮:૦૦ કલાકે ’દિવ્યાત્મા’ ગ્રંને પાલખીમાં બિરાજમાન કરી ને ભવ્ય શોભાયાત્રા દ્વારા રાજકોટના રાજમાર્ગો પર પરિક્રમા કરાવતા કરાવતા વસંતભાઈ તુરખીયાના નિવાસસન ‘મધર લવ’  રોયલપાર્ક શેરી નં-૩ ની સ્પર્શના કરીને ડુંગર દરબાર પધરામણી કરાવવામાં આવશે.

ડો. પુ. આરતીબાઈ મહાસતીજી દ્વારા છેલ્લા બે વર્ષ થી રચાઈ રહેલ ૩૦૦ પાના ના મલ્ટીકલર સુંદર એવા દિવ્યાત્મા ગ્રંના વિમોચન બાદ આ અવસરે રોયલપાર્ક પુત્રવધુ મંડળ દ્વારા ’દિવ્યાત્મા’ નાટિક ની પ્રેરણાત્મક પ્રસ્તુતિ સાથે પુ. સાહેબજી ને શ્રદ્ધાપૂર્વક ગુણાંજલિ અર્પણ કરવામાં આવશે. ઉપરાંત બપોરે ના ૩થી ૫ કલાક દરમ્યાન રોયલપાર્ક સ. જૈન મોટા સંઘ ૨/૮,ગાદી પતિ પુ. ગીરીશચંદ્રજી મ. સા. માર્ગ,કાલાવડ રોડ,રોયલપાર્ક ખાતે પૂ. સાહેબજીના જીવનલક્ષી પ્રશ્નમંચનું પણ આયોજન સમસ્ત રાજકોટ સંઘ ના મહિલા મંડળ દ્વારા  કરવા માં આવેલ છે.

શ્રદ્ધાપાત્ર ગુરુણીમૈયા પુ.સાહેબજી પ્રત્યે સમર્પણ ભાવી અર્પણતા સાથે આ અવસરે રાષ્ટ્રસંત પુ.ની પ્રેરણાથી ૧૦૦૮ ભાવિકો આયંબિલ તપની આરાધના કરીને અહોભાવની અભિવ્યક્તિ કરશે. પુજ્ય મહાસતીજી પ્રત્યે ભક્તિભાવ દર્શાવતા શ્રી શેઠ પરિવાર તેમજ તુરખીયા પરિવાર આદિ દ્વારા દિવ્યાત્મા ગ્રંની અનુમોદના કરવામાં આવી છે.

સાથે જ, ૧૦૦૮ ભાવિકોને આયંબિલ તપની આરાધના કરવાનો લાભ શ્રી શેઠ પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે. આ અવસરે ગુરુભક્ત તરફી ગોલ્ડ કોઈનના લક્કી ડ્રો કરવામાં આવશે, જેના લક્કી ડ્રો કુપન શોભાયાત્રાના પ્રારંભે આપવામાં આવશે. પૂ.સાહેબજીના ગુણોની સુવાસથી સ્વયંના જીવનને ગુણોથી સુવાસિત કરવા આ અવસરે પધારવા રોયલપાર્ક સ.જૈન મોટા સંઘ તરફી અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.