Abtak Media Google News

DRM  અશ્ર્વીનીકુમાર દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત

અબતક રાજકોટ  ન્યૂઝ:  પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આયોજિત ડીઆરએમ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટ અને અન્ય રમતગમતની સ્પર્ધાઓ તાજેતરમાં સંપન્ન થઈ હતી. આ સ્પર્ધાઓ 16 ડિસેમ્બર, થી 19 માર્ચ, દરમિયાન યોજાઈ હતી. ક્રિકેટ ઉપરાંત અન્ય 5 રમતો જેવી કે ટેબલ ટેનિસ, બેડમિન્ટન, ફૂટબોલ, વોલીબોલ અને એથ્લેટીક્સ ની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક રમતના વિજેતાને ટ્રોફી આપી સન્માનિત કરવા, સિગ્નલ, એસ્ટાબ્લિશમેન્ટ, આરપીએફ, ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ એકાઉન્ટ્સ અને ટીઆરડી વિભાગની કુલ 11 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં કુલ 28 મેચો રમાઈ હતી.

ફાઈનલ મેચ કોમર્સ અને આરપીએફની ટીમ વચ્ચે રમાઈ હતી જેમાં કોમર્સ વિભાગ ની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી અને 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 124 રન બનાવ્યા હતા અને આરપીએફની ટીમે 17.5 ઓવરમાં 5 વિકેટ ના નુકસાને 129 રન બનાવ્યા હતા. આ રીતે ફાઈનલ મેચમાં આરપીએફની ટીમે 5 વિકેટથી મેચ જીતીને ચેમ્પિયન બની હતી. ફાઈનલ મેચમાં કોમર્સ વિભાગની ટીમ તરફથી  વિશાલ ભટ્ટે શાનદાર અણનમ 58 રન અને આરપીએફ ટીમ તરફથી  મહેશ ચાવડાએ અણનમ 41 રન બનાવ્યા હતા. ફાઈનલ મેચમાં આર પી એફ  ટીમના  મેરુ મકવાણા મેન ઓફ ધ મેચ રહ્યા હતા જેમણે 31 રન બનાવ્યા હતા અને 4 વિકેટ પણ લીધી હતી. આ ટુર્નામેન્ટમાં આર પી એફ  ટીમના  મેરૂ મકવાણાને બેસ્ટ બોલર, આર પી એફ ટીમના  હરેશ માવાલાને બેસ્ટ બેટ્સમેન અને મેડિકલ વિભાગની ટીમના રામ કિશન  મેન ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યા હતા. ફાઇનલ મેચની ટ્રોફી રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર  અશ્વનીકુમાર દ્વારા વિજેતા ટીમને અર્પણ કરવામાં આવી હતી.

રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર  અશ્વની કુમાર અને સિનિયર ડીવીઝનલ ઓપરેશન મેનેજર  આર.સી. મીણા ના માર્ગદર્શન હેઠળ આ ટુર્નામેન્ટનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને ગ્રાઉન્ડ ઈન્ચાર્જ રેલવે કર્મચારી  સેન્ડિલ નટકન, ભૂતપૂર્વ રણજી ટ્રોફી ખેલાડી અને રેલવે કર્મચારી  પ્રતિક મહેતાએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ પ્રસંગે સીનિયર ડીસીએમ  સુનિલ કુમાર મીના, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર  પવન કુમાર શ્રીવાસ્તવ, વરિષ્ઠ ડિવિઝનલ ઈજનેર (સંકલન) ઈન્દ્રજીત સિંઘ, મુખ્ય તબીબી અધિક્ષક ડો. રાજકુમાર અને અન્ય વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.