Abtak Media Google News

રાજસ્થાન પાસિંગનો ટ્રક દારૂ ભરીને નીકળો હોવાની સચોટ બાતમીને આધારે આર.આર.સેલ મોડી રાત્રે ઓપરેશન પાર પાડ્યું

Advertisement

Whatsapp Image 2018 02 27 At 11.36.57 Amમોરબી – માળીયા હાઇવે પરથી વિદેશીદારૂનો જંગી જથ્થો લઈ ટ્રક પસાર થવાનો હોવાની બાતમીને પગલે આર.આર.સેલે વોચ ગોઠવી અમરનગરના પાટિયા પાસેથી વિદેશી દારૂના રૂપિયા
૪૭,૭૨,૪૦૦ નો જથ્થો અને ટ્રક મળી કુલ ૬૭,૭૩,૯૦૦ નો મુદામાલ કબ્જે કરતા બુટલેગરોમાં ફફડાટ મચી જવા પામ્યો છે.

Whatsapp Image 2018 02 27 At 11.36.58 Amજાણવા મળ્યા મુજબ મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારના નેસનલ હાઇવે – ૮ અમરનગર નગર ગામપાસે ટ્રક માંથી ઇંગ્લીશ દારુ (પેટી-૯૧૪) બોટલ નંગ-૧૦૯૬૮ કિ.રૂ.૪૭,૭૨,૪૦૦/- તથા
મોબાઇલફોન – તાલપત્રી – ટ્રક મળી કુલ રૂ.૬૭,૭૩,૯૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ
આર.આર.સેલ રાજકોટ રેન્જની ટીમને મળતી વધુ એક સફળતાં મળી છે.

Whatsapp Image 2018 02 27 At 11.36.59 Am 1રેન્જમાં પ્રોહી. જુગારની બદી નાબુદ કરવા માટે ડી.એન.પટેલ, નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ રેન્જ રાજકોટનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ આર.આર.સેલના પો.સ.ઇ. કૃણાલ પટેલ તથા તેમની ટીમને વધુ એક મોટી સફળતા મળી છે જેમાં આર.આર.સેલના સ્ટાફને ખાનગીરાહે હકિકત મળેલ કે મોરબી જીલ્લાના મોરબી-માણીયા નેશનલ હાઇવે નંબર-૮ પર અમરનગર ગામ પાસેથી ઇંગ્લીશ દારુ ભરેલી ટ્રક નીકળનાર છે જેથી તુર્તજ હકીકત વાળી જગ્યાએ પહોચી વાહન ચેકીંગ કરતા હકીકત વાળી ટ્રક આવતા તેને રોકી ચેક કરતા સદર ટ્રકમાંથી જુદી જુદી બ્રાંડની ઇગ્લીશ દારૂની (પેટી-૯૧૪) બોટલ નંગ- ૧૦૯૬૮, કિ.રૂ.૪૭,૭૨,૪૦૦ /-તથા ટ્રક નં. R.J.42.G.A.1624, મોબાઇલ ફોન મળી કુલ રૂ.૬૭,૭૩,૯૦૦/- નો મુદ્દામાલ પંચનામાની વિગતે કબ્જે કરેલ તેમજ હાજર મળી આવેલ ડ્રાઇવર (૧) નરેન્દ્રસિંગ અજાબસિંગ ભીન્ડર જાતે.જાંટ ઉ.વ.૩૮ રહે.ટનાલીવાડ તા. બટાળા જી.ગુરૂદાસપુર પંજાબ વાળને ધોરણસર અટક કર્યો હતો.

આ ઉપરાંત આર.આર.સેલ દ્વારા ટ્રક. નં. J.R.42 G.A.1624 ના માલીક નંદસિંગ શિવરાજસિંગ રહે શાસ્ત્રીનગર મીરજા બજડી કિશનગઢ જી.અજમેર રાજેસ્થાન નં. (૩) ઇગ્લીશ દારૂ સપ્લાય કરનાર આરોપી નં.(૪) ઇગ્લીશ દારૂ ભરી આપનાર આરોપી તથા નં.(૫) ટીટા નામના માણસ તમામ વિરુધ્ધ મોરબી તાલુકા પો.સ્ટે. ગુનો નોંધાવતા બુટલેગર આલમમાં ચકચાર જાગી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.