Abtak Media Google News

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. શાળાને બાતમી હકીકત મળેલ કે વઢવાણના ઝાંપોદર ગામે રહેતો બલભદ્રસિંહ ઉફે બાપાલાલ સજુભા રાણા ઝાપોદર ગામની સીમમાં આવેલ પોતાના કબજાના ખેતરમાં ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારુ રાખી છુટક બોટલનું વેચાણ કરે છે. તે હકિકત આધારે રેઇડ કરતા સદરહુ જગ્યાએથી હરપાલસિંહ નવલસિંહ ઝાલા, ચંદ્રકાન્ત કરશનભાઇ પટેલ રહે. બન્ને નાના અંકેવાળીયા તા. લખતર વાળા આરોપીના કબજામાંથી દારુ બોટલ નંગર ૩૦૦ કિ. રૂ.૧.૨૦ લાખ તથા મોબાઇલ ફોન નંગ-ર કિં. રૂ.૧૦૦૦/- તથા રોકડા રૂ. ૧૦૦૫૦/-  મળી તથા મો.સા. નં. ૧ કિ. રૂ.૨૫ હજાક કુલ કિ. રૂ. ૧,૫૬,૦૫૦/- ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.