Abtak Media Google News

દક્ષિણ ગુજરાત પહોંચતા કરવાનો ખાદ્યતેલનો જથ્થો બારાબાર વેંચાણ કરવામાં નવ સામે ગુનો નોંધાયો તો

શહેરના ગોંડલ રોડ પર આવેલા મારુતિ પ્રોટીન્સમાંથી ટ્રક મારફતે રૂ.૪૩.૬૫ લાખનો તેલનો જથ્થો દક્ષિણ ગુજરાતનાં વેપારીને પહોચાડવાને બદલે બારોબાર વેંચાણ કરી નાખવામાં નવ સામે નોંધાયેલા ગુનામાં પોલીસ ધરપકડની દહેશતથી ટ્રકના ચાલક અને કલીનરની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજુર કરતો હુકમ કર્યો છે.

Advertisement

વધુમાં શહેરના નાનામવા  રોડ પરની શ્રી કોલોની સોસાયટીમાં રહેતા અને ગોંડલ રોડ પર આવેલા મારુતિ પોટીન્સ નામે ખાદ્યતેલનો ધંધો કરતા જેન્તી અમૃતભાઇ ડેડાણીયા નામના પટેલ વેપારીએ આજી ડેમ પોલીસ મથકમાં રૂ.૪૩.૬૫ લાખનું ખાઘતેલનો જથ્થો નિર્ધારીત સ્થળે પહોચાડવાની જગ્યા અન્ય સ્થળે વેંચાણ કરી નાખ્યાની ફરીયાદ નવ શખ્સો સામે નોંધાવી હતી.

મોહન બાવા પરમાર અને કલીનર ચંદુ ધેલા રાઠોડ પોલીસ ધરપકડ ની દહેશતથી આગોતરા જામીન અરજી કરી હતી જેમાં બન્ને પક્ષોની રજુઆતના અંતે સરકાર પક્ષની દલીલો તપાસનીશ અધિકારીનું સોગંદનામુ અને દસ્તાવેજી પુરાવાને ઘ્યાને લઇ અધિક સેસન્સ જજ મોહન પરમાર અને ચંદુ રાઠોડની આગોતરા જામીન અરજી નામંજુર કરતો હુકમ કર્યો

આ જામીનમાં અરજી સરકાર પક્ષે એપીપી તરીકે તરુણ માથુક ઉપસ્થિત રહ્યા હતા.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.