Abtak Media Google News

આજના કારકિર્દીના સ્પર્ધાત્મક યુગમાં ધો.૧૨ બાદ સરકારી નોકરી માટે ઉમેદવારો તનતોડ મહેનત કરતા હોય છે. જેમાં કલેકટર, મામલતદાર, આઈપીએસ જેવો ઉચ્ચ હોદા હાંસલ કરવા તેઓને આર્થિક, માનસિક, સામાજીક એમ વિવિધ રૂપે માર્ગદર્શનની જરૂર રહેતી હોય છે. આવી જાહેર સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે ઉમેદવારો વિવિધ કલાસીસમાં અઢળક ફી ચુકવતા હોય છે. જેમાં શૈક્ષણિક ઉંચો ગ્રાફ ધરાવતા કેટલાયે ઉમેદવારો પોતાની નબળી આર્થિક સ્થિતિને કારણે હિમ્મત હારી જતા હોય છે.

Advertisement

પરંતુ આ બાબતે રાજકોટની ઈનર વ્હીલ કલબે એક અનોખી પહેલ કરી છે. જેમાં આ સંસ્થા આર્થિક રીતે નબળા પરંતુ શૈક્ષણિક રીતે સક્ષમ ઉમેદવારોને આવી પરીક્ષાઓની તૈયારી કરવા આર્થિક અનુદાન આપી રહી છે.

જેના ભાગરૂપે સરોજીની નાયડુ ગર્લ્સ હાઈસ્કુલની ધો.૧૨ની આર્થિક રીતે નબળી સ્થિતિ ધરાવતી વિદ્યાર્થીનીઓને કારકિર્દીના પથ પર આગળ વધવા આ સંસ્થા દ્વારા રૂ.૫૦,૦૦૦નું આર્થિક અનુદાન આપવામાં આવ્યું હતું.

આ બાબતને શાળાની તમામ વિદ્યાર્થીનીઓ, શિક્ષકો અને આચાર્યા સોનલબેન ફળદુએ વધાવી હતી અને ઈનર વ્હીલ કલબના પ્રેસિડેન્ટ હંસાબેન દોશી, વાઈસ પ્રેસિડેન્ટ મીનાબેન ગોસલીયા અને સંસ્થાના વહિવટી તેમજ સલાહકાર તમામ સભ્યોનો આભાર વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.