Abtak Media Google News

વર્તમાન સમયના બે મુખ્ય મુદ્દા રામજન્મભૂમિ મંદિર નિર્માણ તથા કોરોના મહામારી સામે ઝઝુમતુ ભારત વિષયક પ્રતિનિધિ સભામાં સર્વાનુમતે બે ઠરાવ પસાર કરાયા

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા બેજોડ અને અત્યંત સરાહનીય સેવા અભિયાન ચલાવવામાં આવ્યુ છે. કોવિડ-19ની મહામારી દરમિયાન સંઘ દ્વારા કરાયેલા 44 દિવસીય વર્લ્ડ રેકોર્ડ કાર્યને આવનારી પેઢી પણ યાદ રાખશે. આ સમગ્ર બાબતને ઉજાગર કરતી એક પત્રકાર પરિષદમાં આજે મુકેશભાઇ મલકાણ અને સૌરાષ્ટ્ર પ્રાંત સંઘ ચાલક કિશોરભાઇ મુંગલપરા દ્વારા માહિતી આપવામાં આવી હતી.

Advertisement

કોવીડ ની સ્થિતિને પહોંચી વળવા તંત્ર સાથે સહયોગ કરી ને નીતિ નિયમો નું પાલન કરી ને સ્વયંસેવકો સમાજ સેવા માં આખું વર્ષ લાગેલા રહ્યા. આ વિષમ સ્થિતિમાં કોવીડ ની ગાઈડ લાઈન પ્રમાણે મેદાનમાં શાખાઓ નહોતી લગતી પરતું અત્યારે ગત વર્ષની સરખામણીમાં 90% સ્થાનો પર શાખાઓ શરુ થઇ ગઈ છે.

વર્તમાન સમયમાં સંઘનું કાર્ય 34500 સ્થાન ઉપર પપ600 શાખા અને 18500 ઉપર સાપ્તાહીક મીલન અને 7600 સંઘ મંડળ દવારા સંઘનું કાર્ય અવિરત ચાલુ છે. કોરોનાનાં સમય પછી પૂરા ભારતમાં 90 ટકા સ્થાન ઉપર ફરીથી કાર્ય શરૂ થઈ ગયું છે અને સૌરાષ્ટ્રમાં 100 ટકા મૂળ સ્થિતિમાં કાર્ય ચાલુ થઈ ગયુ છે. સંઘના સ્વયંસેવકો દવારા પૂરા ભારતમાં સેવા વિભાગ દ્વારા સેવા કાર્યકર્તાઓ 5,60,000 સ્વયંસેવકો દવારા 9ર,6પ6 સ્થાન ઉપર સ્વયંસેવકો દવારા 73 લાખ રાશનની કીટ 4.5 કરોડ ભોજનનાં પેકેટ 90 લાખ માસ્ક વિતરણ ર0 લાખ પ્રવાસી લોકોની મદદ અને 2.5 લાખ ધૂમતુ લોકોને સહાય કરવામાં આવી છે. અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામનું ભવ્ય અને દિવ્ય મંદીર માટે તે સમગ્ર ભારતમાં કુલ 44 દીવસનાં અભિયાનમાં વર્લ્ડ રેકર્ડ કાર્ય થયુ છે જે આવનારી પેઢી આ અભિયાનને યાદ રાખશે. સમગ્ર ભારતમાં 5,45,737 સ્થાન ઉપર સંપર્ક કરવામાં આવેલ છે. જેમાં 20 લાખ સ્વયંસેવકો કાર્યરત હતા અને કુલ 12 કરોડ 47 લાખ 21 હજાર પરીવારોનો સંપર્ક કરવામાં આવેલ છે. તદઉપરાંત પ્રતિનિધિ સભા માં બે ઠરાવ સર્વાનુમતે પસાર થયા.1. શ્રી રામ જન્મભૂમી પર મંદિર નું નિર્માણ ભારત ની અંતર્નિહિત શક્તિ નું પ્રગટીકરણ 2. કોરોના મહામારી ની સામે ઊભું એકજુટ ભારત.

અગાઉ કહ્યું એમ આ વર્ષ ચુંટણી નું વર્ષ હોવાથી સંઘ ના સર કાર્યવાહ મા. શ્રી સુરેશજી ભૈયાજી) જોશી નો ગત ત્રણ વર્ષ નો કાર્યકાળ પૂરો થયો હોવાથી સંઘ ના બંધારણ પ્રમાણે ચુંટણી યોજાઈ જેમાં સંઘ ના સહ સરકાર્યવાહ એવા મા. દત્તાત્રેય હોસ્બોલે ની સંઘ ના સર કાર્યવાહ તરીકે સર્વાનુમતે વરણી થઇ. મા. સુરેશજી જોશી આ પદ પર 12 વર્ષ સુધી કાર્યરત રહ્યા. ગુજરાતપૂર્વ પ્રાંત કાર્યવાહ શ્રી યશવંતભાઈની પશ્ચિમ ક્ષેત્ર કાર્યકારીણી સદસ્ય તરીકે નિયુક્તિ થઇ છે.રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની અખિલ ભારતીય પ્રતિનિધિ સભા કોવિદ-19 ના પડકાર સામે ભારતીય સમાજની ઉલ્લેખનીય એકત્રિત સમગ્રપણે કરાયેલ જાગૃત પ્રયાસોની નોધ લેતા કોવિદ-19 ના ભીષણ પરિણામોને નિયંત્રિત રાખવમાં મેળવેલ સફળતા માટે ભારતના પ્રત્યેક વર્ગે નિભાવેલ ભૂમિકા માટે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

ભારતના સંપૂર્ણ સમજે આ અનપેક્ષિત ઘટના ચક્રથી પીડિત કરોડો લોકોની રાશન, તૈયાર ભોજન, સ્વાથ્ય સેવા, પરિવહન, આર્થિક સહાયતા વિ. અનેક માધ્યમોથી સહયોગ કરી સેવા, આત્મીયતા અને સામાજિક એકત્વ ના ઉદાહરણ પુરા પડ્યા છે. વિવિધ ધાર્મિક, સામાજિક અને સ્વયંસેવી સંગઠનો તથા સામાન્ય વ્યક્તિઓએ જરૂરિયાતમંદોને ઘરે ઘરે જઈ પહોંચાડેલ છે. અ.ભા.પ્ર. સભા આવી બધી જ સંસ્થાઓ તથા વ્યક્તિઓ દ્વારા થયેલ નિસ્વાર્થ અને આત્મીયતાપૂર્ણ વ્યવહાર પ્રત્યે શુભ ભાવના વ્યક્ત કરી છે.કોવીદના પ્રકોપ તથા તે પછી આવેલ લોક ડાઉન ના કઠીન સમયમાં પ્રવાસી શ્રમિકો સહીત સમાજના એક મોટા વર્ગને અનેક સંકટો તથા પડકારો સામે ઝઝૂમવું પડ્યું છે, પરંતુ આપણા સમજે નોંધપાત્ર વૈર્ય અને અસાધારણ સાહસ નો પરિચય આપતા આ વિષમ અને અનીશ્ચીત્તાપૂર્ણ પરિસ્થિતિનો સામનો કર્યો. દાકતરી સુવિધાઓની ખામી તેમજ નગરોમાંથી લોકોનું ચાલ્યા જવું વિ.ના કારણે ઉભરી આવતા વિકર દ્રશ્યો છતાં ગ્રામીણ ક્ષેત્રોમાં સ્થિતિ નિયંત્રણમાં રહી છે.

સૌથી મોટુ સંપર્ક અભિયાન

મકર સંક્રાંતિના પવિત્ર દિવસે ભારતના પ્રથમ નાગરિક માનનીય રાષ્ટ્રપતિ એ દિલ્હી સ્થિત ભગવાન વાલ્મીકીના મંદિરેથી નિધિ સમર્પણ ની શરૂઆત કરાવી. 44 દિવસ નું આ અભિયાન વિશ્વ ઇતિહાસનું સૌથી મોટું સંપર્ક અભિયાન સાબિત થયું છે. લગભગ સાડાપાંચ લાખ થી વધુ નગર અને ગામડાઓના 12 કરોડ થી વધુ રામભક્ત પરિવારોએ ભવ્ય મંદિર નિર્માણ માટે પોતાનું સમર્પણ કર્યું. સમાજના બધાજ વર્ગો અને પંથ સંપ્રદાયના લોકોએ આ અભિયાન માં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. ગ્રામવાસી, નગરવાસી ઉપરાંત વન પર્વતો ના નિવાસી બંધુઓએ તથા સંપન્ન તેમજ સામાન્ય લોકોએ આ અભિયાનને સફળ બનાવવા ભરપુર સહયોગ કર્યો. આ અદ્વિતીય ઉત્સાહ પૂર્ણ સહ્યોગ માટે આ પ્રતિનિધિ સભા બધા જ રામભક્તોને અભિનંદન પાઠવે છે.

સ્વયં સેવકો સેવાકાર્યમાં જોડાયા5,60,000
સેવા ભારતીના માધ્યમથી સ્થાનો પર સેવાકાર્ય થયું92,656 સ્થાનો પર
રાશન કીટનું વિતરણ73 લાખ
ભોજન પેકેટનું વિતરણ4.5 લાખ
માસ્ક વિતરણ90 લાખ
પ્રવાસી લોકોની મદદ20 લાખ
ધુમંતુ લોકોને સહાય2.5 લાખ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.