Abtak Media Google News

ડ્રાઈવીંગ, ટેસ્ટ સહિતની કામગીરી ખોરવાતા લોકોને ધકકા થયા

વાહનોને લગતી કામગીરી જયાં થાય છે. તે રાજકોટ જિલ્લા આર.ટી.ઓ કચેરી ખાતે દૈનિક એક થી દોઢ હજાર જેટલા વાહન ધારકો જુદી જુદી કામગીરી માટે આવે છે. અને સતત અરજદારોનાં વિવિધ કામોનો ધમધમાટ અત્રે રહેતો હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટ આર.ટી.ઓ કચેરી ખાતે છેલ્લા કેટલાક સમયથી મોટા ભાગની કામગીરી ઓનલાઈન થઈ ગઈ છે. જો કે, ખાટલે મોટી ખોટ હોય તેમ આર.ટી.ઓ તંત્રનું સર્વર વારંવાર ઠપ્પ થઈ જાય છે. જેના કારણે વારંવાર સંખ્યાબંધ અરજદારોને ભારે પરેશાની ભોગવવી પડે છે. અને આર.ટી.ઓ કચેરીનાં ધરમ ધકકા થાય છે.

દરમ્યાન આર.ટી.ઓ કચેરીનાં સુત્રોમાંથી મળતી વધુ વિગતો મુજબ આજરોજ સવારથી વધુ એકવાર આર.ટી.ઓનું સર્વર ઠપ્પ થઈ ગયું હોય સવારથી જ આવેલા સંખ્યાબંધ વાહન ધારકો અને અરજદારોમાં દેકારો બોલી ગયો હતો.

આજે સવારથી જ આર.ટી.ઓ.નું સર્વર ઠપ્પ થઈ જતા જુદા જુદા લાયસન્સ, વાહનોની જુદા જુદા પ્રકારની ફી, પાર્સીંગ ડ્રાઈવીંગ ટેસ્ટ, સહિતની કામગીરી ખોરવાઈ ગઈ હતી જેના કારણે આજરોજ આર.ટી.ઓ કચેરી ખાતે સંખ્યાબંધ અરજદારોને ધકકા થતા ભારે દેકારો મચી જવા પામ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.