Abtak Media Google News

બાળકના નાકમાંથી ૧ મહિનાથી ફસાયેલ રબ્બરનો ટુકડો ઈએનટી સર્જન ડો. હિંમાંશુ ઠકકરે દૂરબીન વડે સફળતાપૂર્વક કાઢી આપ્યો હતો.અત્રે પ્રાપ્ત માહિતી મુજબ મહોમદ કીમીલ ઉ.વ.૫ નામનું બાળક છેલ્લા ૧ મહિનાથી નાકમાંથી ડાબી બાજૂથી લોહી નીકળવાની સમસ્યાથી પરેશાન હતુ દર્દીના પિતા મહમદ ઈસરાર જે ઉત્તરપ્રદેશના ધાનેપૂરના રહેવાસી છે

તે જણાવે છે કે બાળકને ઉત્તરપ્રદેશથી રાજકોટ લાવ્યા અને અહી વિધાનગર રોડ સ્થિત ડો. હિમાંશુ ઠકકરને બતાવતા ડો. ઠકકરે દુરબીન વડે નાકમાં તપાસ કરતા માલુમ પડયું કે બાળકના નાકમાં ડાબી બાજુ ઉંડે કંઈક ફસાયેલ છે ડો. ઠકકરે તાત્કાલીક દૂરબીન વડે ગણત્રીની મીનીટોમાંજ તે કાઢી આપ્યું અને જોતા માલુમ પડયું કે ૧ ભળ આશરે સાઈઝનો રબ્બરનો ટુકડો કે જે છેલ્લા ૧ મહિનાથી નાકમાં ફસાયેલ રહ્યો અને તેના ઈન્ફેકશનને લીધે નાકમાંથી લોહી નીકળતું હતુ.

દર્દી ના પિતા મહમદભાઈએ દિલથી ડો. હિમાંશુભાઈનો આભાર માન્યો હતો. અને છેક ઉત્તર પ્રદેશથી રાજકોટ લાવેલ પોતાના બાળકને યાતનામૂકત થયેલ જોઈ ભાવવિભોર બની ગયેલ ડો. ઠકકરના જણાવ્યા મુજબ આવા કિસ્સામાં કયારેક બાળક નાનું હોય અને રમતા રમતા કંઈક નાકમાં નાખી દે ત્યારે સમસ્યા ગંભીર થઈ જાય છે અને મહિના જેટલો સમય વીતી જવાથી ઈન્ફેકશન થઈ ગયેલ તેથી બાળકોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી બને છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.