Abtak Media Google News

રૂડા કચેરી દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) અંતર્ગત બહાર પાડવામાં આવેલ EWS ૧, EWS ૨, LIG તથા MIG કેટેગરીના કુલ ૩૯૭૮ આવાસ ફાળવવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૩૦/૦૬/૨૦૨૦ હતી. પરતું લોકડાઉનને ધ્યાને લઇ અરજદાર દ્વારા રજુ કરવાના જરૂરી દસ્તાવેજ ભેગા કરવામાં લગતા સમયને ધ્યાને લઇ આખરી દિવસોમાં ફોર્મ લઇ ગયેલ હોઈ તેવા ઈચ્છુક અરજદારો ફોર્મ ભરવા માટે રહી ન જાય તે માટે ફોર્મ ભરીને જમા કરાવવા માટે તારીખ ૦૪/૦૭/૨૦૨૦ સુધીનો સમય લંબાવવામાં આવેલ છે.

Advertisement

ઉપરોક્ત વધારેલ તારીખ ફક્ત ફોર્મ પરત લેવા માટે રહેશે. નવા ફોર્મ વિતરણની કામગીરી તારીખ ૩૦/૦૬/૨૦૨૦ થી પૂર્ણ થઇ ગયેલ છે. જે લોકો ફોર્મ લેવાનું રહી ગયેલ હોઈ અને હજુ ફોર્મ ભરવા માટે ઈચ્છુક હોઈ તેવા અરજદાર ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની સુવિધા મારફત ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તારીખ ૦૪/૦૭/૨૦૨૦ ના રોજ રાત્રે ૦૦.૦૦ કલાક સુધી રૂડા કચેરીની વેબ સાઈટ www.rajkotuda.comઅથવા www.rajkotuda.co.in સુવિધાનો ઉપયોગ કરી શકશે

હાલ આવેલ ફોર્મની સંખ્યાને ધ્યાને લઇ જરૂરી તમામ દસ્તાવેજ સાથે જમા કરાવેલ પાત્રતા ધરાવતા તમામ અરજીને ડ્રો દ્વારા આવાસ મળવાની શક્યતાઓ ખુબ વધી જાય છે. તો ખરેખર જરૂરિયાત ધરાવતા તમામ લોકો આ સુવિધાનો લાભ લે અને ઘર ના ઘરના સ્વપ્નને સાકાર કરે.સામાન્ય ખુટતા દસ્તાવેજને કારણે કોઈ અરજદાર ફોર્મ ભરવામાં રહી ન જાય તે માટે રૂડા કચેરીનો ફોન નં ૯૯૦૯૯૯૨૬૧૨ અથવા ૦૨૮૧૨૪૪૦૮૧૦ પર સંપર્ક કરી માર્ગદર્શન લઇ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.