Abtak Media Google News

રૂડા વિસ્તારમાં આવાસ સાઈટની વિઝીટ કરતા ચેરમેન અમિત અરોરા

મુંજકામાં રૂડા દ્રારા બનાવવામાં આવતા  આવાસની રૂડાનાં ચેરમેન અમિત અરોરાએ આવાસ સાઈટની મુલાકાત કરી ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી. આ વિવિધ આવાસ યોજનાની કામગીરીમાં કુલ 1902 જેટલા આવાસોની કામગીરી પૂર્ણત્તાનાં તબક્કે છે. આ આવાસોની લગત લાભાર્થીઓને ટુંક સમયમાં લોકાર્પણ કરવાનુ આયોજન હોય તે મુજબ ચેરમેન દ્વારા આ મુલાકાત દરમ્યાન જરૂરી સુચનો અને માર્ગદર્શન આપી આ કામગીરી ત્વરિત પુરી કરવા સુચના આપવામાં આવી હતી.

1654587277982

ચેરમેન અમિત અરોરા સાથે રૂડાના મુખ્ય કારોબારી અધિકારી એન.એફ.ચૌધરી, પ્રોજેક્ટ ડાયરેક્ટર  બી.એ.મારૂ, એજ્યુ. એન્જી. કે. એલ. ગોંડલીયા, પી.એ.ટુ કમિશનર રસિક રૈયાણી સહિતના અધિકારીઓ સાઈટ વિઝિટમાં હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.