Abtak Media Google News

જો તમે પણ UPI પેમેન્ટ પર ચાર્જ લેવાના સમાચાર વાંચ્યા છે અને આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છો, તો નિશ્ચિંત રહો તો આવા ખોટા સમાચારથી ગભરાશો નહિ. 1 એપ્રિલથી, તમારે UPI પેમેન્ટ પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં. NPCI (નેશનલ પેમેન્ટ કોર્પોરેશન), દેશમાં યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસની દેખરેખ રાખતી સંસ્થાએ બુધવારે ૨૯ માર્ચના સ્પષ્ટતા કરી છે કે UPI યુઝર્સે ટ્રાન્ઝેક્શન પર કોઈ અલગ ચાર્જ ચૂકવવો પડશે નહિ. એવા અહેવાલો હતા કે તમારે 2000 રૂપિયાથી વધુના UPI વ્યવહારો પર સરચાર્જ ચૂકવવો પડશે. હવે NPCIએ કહ્યું છે કે ગ્રાહકોએ આવો કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હા, પ્રીપેડ પેમેન્ટ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એટલે કે પ્રીપેડ વોલેટ્સ દ્વારા કરવામાં આવેલી ચૂકવણી માટે ઇન્ટરચેન્જ ફી લાગુ થશે.

શું છે નવા નિયમ ??

ખોટા અહવાલો પ્રસિદ્ધ થયા બાદ NPCIએ આજ રોજ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે UPI થી પેમેન્ટ પર જૂની સિસ્ટમ યથાવત છે, આ પેમેન્ટ સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી. હજુ પણ ₹ 2000 સુધીની ચુકવણી પર કોઈ ચાર્જ નથી. એટલે કે, બેંક ખાતામાંથી અન્ય કોઈ બેંક ખાતામાં કરવામાં આવેલી ચુકવણી પર કોઈ ચાર્જ લાગતો નથી. પરંતુ વેપારીએ પ્રી-પેઇડ વોલેટ્સ દ્વારા કરવામાં આવેલ UPI પેમેન્ટ પર ચાર્જ ચૂકવવો પડશે. આનાથી ગ્રાહકને અસર થશે નહીં કારણ કે આવા વ્યવહારોની સંખ્યા 1% કરતા ઓછી છે. NPCIએ કહ્યું કે UPI ફ્રી, ઝડપી, સુરક્ષિત અને સીમલેસ છે. દર મહિને, બેંક ખાતાઓ દ્વારા ગ્રાહકો અને વેપારીઓ માટે 8 બિલિયન વ્યવહારો પ્રક્રિયા કરવામાં આવે છે, જે સંપૂર્ણપણે ફ્રી છે.

કોના પાસે અને કેવી રીતે લગાવાશે ચાર્જ ??

PPI હેઠળ મર્ચન્ટ ટુ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર 0.5-1.1 ટકા ફી વસૂલવાની દરખાસ્ત કરવામાં આવી છે. તેમાં ઇંધણ માટે 0.5 ટકા ઇન્ટરચેન્જ, ટેલિકોમ, યુટિલિટીઝ/પોસ્ટ ઓફિસ, શિક્ષણ, કૃષિ, 0.9 ટકા સુપરમાર્કેટ અને 1 ટકા મ્યુચ્યુઅલ ફંડ, સરકાર, વીમા અને રેલવે માટે 0.7 ટકાનો સમાવેશ થાય છે. આ નિયમ 1 એપ્રિલ, 2023થી લાગુ થશે. NPCIના પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે તે 30 સપ્ટેમ્બર, 2023ના રોજ અથવા તે પહેલાં જાહેર કરાયેલા ભાવની સમીક્ષા કરશે.

 

NPCI એ પરિપત્ર મારફત કહ્યું- UPI ફ્રી, ઝડપી અને સુરક્ષિત રહેશે

1 એપ્રિલથી UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લેવાના સમાચાર પર, NPCI એ પરિસ્થિતિને નિયંત્રણ કરવા માટે બુધવારે એક પરિપત્ર જાહેર કર્યો હતો જેમાં જણાવ્યું છે કે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ફ્રી, ઝડપી, સુરક્ષિત અને સીમલેસ રહેશે. આના દ્વારા, બેંક ખાતાનો ઉપયોગ કરનારા વપરાશકર્તાઓ અને વેપારીઓ માટે દર મહિને 8 અબજ રૂપિયાથી વધુના વ્યવહારો તદ્દન મફતમાં કરવામાં આવે છે. અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે ગ્રાહક અને વેપારી વચ્ચે કરવામાં આવતા બેંક ખાતાથી બેંક ખાતાના વ્યવહારો સંપૂર્ણપણે મફતમાં ચાલુ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.