ગુજરાતમાં વ્યક્તિદીઠ દૈનિક ૧૦૦ લીટર પાણી આપવાનું રૂપાણી સરકારનું લક્ષ્યાંક.

vijay rupani | government
vijay rupani | government

દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિદીઠ ૪૦ લીટર અને પ્રગતીશીલ રાજ્યમાં ૫૫ લીટર પાણી આપવાનું માપદંડ છે.

ભારતમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિ વ્યક્તિ, પ્રતિ દિન ૪૦ લિટર પાણી આપવાનો માપદંડ છે. જે પ્રગતિશીલ રાજ્યો માટે ૫૫ લિટર નક્કી કરાયો છે પરંતુ, ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે કે, જેણે પ્રતિ વ્યક્તિ પ્રતિ દિન ૧૦૦ લિટર પાણી આપવાનો માપદંડ નક્કી કર્યો છે અને રાજ્ય સરકારે તે મુજબનું આયોજન પણ કર્યું હોવાનો દાવો કર્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં ગુજરાતમાં ૧,૧૧,૦૧૧ જેટલા હેન્ડપંપ બનાવવામાં આવ્યા છે. ૧૦,૯૦૫ મીની યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ૪૦૦થી વધુ સોલાર મીની યોજનાઓ પણ બનાવાઈ છે. વિધાનસભામાં મંત્રી બાબુભાઈ બોખિરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું ૭૦ ટકા પાણી દક્ષિણ ગુજરાતમાં છે. સરકારે દક્ષિણ ગુજરાતનું પાણી ઈન્ટર બેઝીન ટ્રાન્સફર દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી પહોંચાડ્યું છે. નર્મદા માસ્ટર પ્લાન ગ્રીડ અંતર્ગત ૮૩૩૩ ગામો અને ૧૫૯ શહેરોને આવરી લેવાશે. છેલ્લા ૧૦ વર્ષની કામગીરીના કારણે ગુજરાતમાં ૪૦૧૧ ગામો જૂથ યોજના હેઠળ આવરી શકાયા છે. રાજ્ય સરકારની ૯૦ ટકા સહાય અને ૧૦ ટકા લોકફાળાછી રાષ્ટ્રીય પેય જળ કાર્યક્રમ હેઠળ આંતરિક વિતરણ યોજના અમલમાં મૂકાઈ છે. રાજ્યમાં ૧૫,૩૧૪ ગ્રામ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ પૂરી કરાઈ છે. ૩૦૪૮ યોજનાઓ પ્રગતિ હેઠળ છે. ગ્રામ્ય વિસ્તારમાં ૫૩.૩૬ લાખ પરિવારોને નળ જોડાણની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. આ પૈકી ૮.૬૧ લાખ આદિજાતિ વિસ્તારોના છે