સિક્કાની બે બાજુ: મુખ્યમંત્રીની મશ્કરી ભારે પડી !

અરવલ્લી
02/07/2021

સોશ્યિલ મીડિયા કૈક અંશે સારું તો કૈક અંશે હાનિકારક પણ છે. આજે અરવલ્લી માં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લીમાં સોશ્યલ મીડિયા નો ખોટો ઉપીયોગ કરી મુખ્યમંત્રીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચડતા વિડિઓ બનાવનાર સામે ફરિયાદ નોંધાઈ છે.
“ગુજ્જુ બોય નિખીલ” નામની યુટ્યુબ ચેનલમાં આ યુવાને મુખ્યમંત્રીના જાહેર પ્રવચનો અને ટીવી પ્રોગ્રામ ના સંવાદ સાથે છેડછાડ કરી હતી.
જેના પર સી.આઈ.ડી. ક્રાઇમ ગાંધીનગરના પાત્ર બાદ કાર્યવાહી કરાઈ હતી. પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રતિષ્ઠાને હાની પહોંચે તેવા વિડિઓ બનાવી અપલોડ કર્યા હતા. અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇસરી પોલીસે વાંકાટીમ્બા ગામના આ યુવાન નિખિલ દામાની પોલીસે અટકાયત કરી હાલ વધુ તપાસ હાથ ધરી છે.