રૂપાણીનું રાજીનામું: હવે ગુજરાતની ડોર કોના હાથમાં ? કોણ બનશે નવા મુખ્યમંત્રી ?

ગુજરાતનાં રાજકારણમાં ભારે ગરમાવો ઉભો થયો છે. મુખ્યમંત્રી પદેથી સંવેદનશીલ કહેવાતા એવા વિજય રૂપાણીએ રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે. મુખ્યમંત્રી પદેથી ઓચિંતા રાજીનામાંએ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. જો કે, આ અંગે વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે તેઓએ રાજીખુશીથી રાજીનામું ધર્યું છે. પાર્ટી કે અન્ય આગેવાનો-કાર્યકરો સાથે મતભેદ કે નારાજગી નથી.

રાજીનામા બાદ વિજય રૂપાણી પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે પાર્ટીએ નિર્ણય કર્યો છે અને તે મારી માટે રાજીખુશીથી શિરોમાન્ય છે.

રાજીનામાં બાદ વિજય રૂપાણીના સંબોધનના મહત્વના મુદ્દા

 1. ગુજરાતની જનતાનો અભૂતપૂર્વ સાથ મળ્યો, હવે નવા નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રા આગળ વધવી જોઈએ- રાજીનામાં બાદ વિજય રૂપાણીનું નિવેદન
  2.રસીકરણમાં ગુજરાત અગ્રેસર રહ્યું છે, કોરોના દરમિયાન અમારી સરકારે અને પાર્ટીએ ખૂબ સારી રીતે કામ કર્યુ- રાજીનામાં બાદ રૂપાણીનું નિવેદન
  3. પાર્ટીમાં અલગ-અલગ સમય પર અલગ વ્યક્તિઓને સ્થાન અપાતું હોઈ છે,મે રાજીખુશીથી રાજીનામું આપ્યું, અન્ય કોઈ કારણ નથી- વિજય રૂપાણી4.સંગઠનમાં કોઈ તકરાર નથી, બધા અમારા માટે સમાન છે, પાર્ટીએ નિર્ણય કર્યો છે, અમારા માટે પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય- વિજય રૂપાણી

  5.ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ..? આવતીકાલ સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે- પરષોતમ રૂપાલા

  6.પાટીદારો ને મનાવી લેવા નવા મુખ્યમંત્રી પાટીદાર સમાજમાંથી આવાની શક્યતા

  હવે કોણ બનશે નવા મુખ્યમંત્રી..??

  મુખ્યમંત્રી પદે પાટીદાર સમાજનો ચહેરો આવે તે માટે થોડા સમય અગાઉ પણ પાટીદાર સમાજ દ્વારા માંગ ઉઠી હતી. ત્યારે હવે નારાજગી દૂર કરવા ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે પાટીદાર સમાજમાંથી ચહેરો આવે તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે. કોઈ પાટીદાર નેતા અથવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ગુજરાતના નવા મુખ્યમંત્રી બની શકે છે. આ સિવાય ગોરધન ઝડફિયા અને સી.આર.પાટિલનું નામ પણ રેસમાં છે.