Abtak Media Google News

બેંકો હવે એનપીએથી નહીં પરંતુ વણવપરાયેલા રૂપિયા ૪ લાખ કરોડથી ચિંતિત

નાણાની તરલતાના કારણે ભારતીય અર્થતંત્રનું બીજુ પાસુ પણ સામે આવ્યું છે. એક સમય એવો હતો જ્યારે તરલતા ઓછી હોવાના કારણે બેંકો બજારમાં લોન આપવા માટે અરજદારને પરસેવો લાવી દેતી હતી. અરજદાર ધક્કા ખાઈ થાકી જતો હતો અને જુજ કિસ્સામાં બેંક લોન આપતી હતી. પરંતુ હવે એકાએક સ્થિતિ ઉલ્ટી થઈ છે. બેંકો તુરંત લોન આપવા તૈયાર થાય છે. પર્સનલ લોન જેવી લોન હવે માત્ર ગણતરીની મીનીટોમાં અરજદારના એકાઉન્ટમાં સીધી ટ્રાન્સફર થઈ જાય છે. આવા સંજોગોમાં હવે બેંકો પાસે પુરતા પ્રમાણમાં રૂપિયા છે ત્યારે લોન લેનાર મળતા નથી.

ભારતીય અર્થતંત્રમાં તરલતા છેલ્લા ત્રણ વર્ષની ટોચે પહોંચી છે. હાલ બેંકો પાસે રૂપિયા ૪ લાખ કરોડ પડ્યા છે પરંતુ લોન સ્વરૂપે લેનાર નથી મળતા. આંકડા મુજબ હવે બેંકો એનપીએથી નહીં પણ વણ વપરાયેલા રહેલા રૂા.૪ લાખ કરોડથી પરેશાન બની છે. ભારતીય બેન્કિંગ સેકટરમાં સ્થિતિ એકાએક બદલાઈ જવા પામી છે. લાંબા સમયથી ભારતીય બેન્કિંગ સેકટર એનપીએથી પરેશાન હતું. એનપીએમાં ઘટાડો થાય તે માટે સરકાર દ્વારા કેટલીક રાહતો પણ જાહેર કરવામાં આવી હતી. બીજી તરફ બેંકોની સાથે નોનબેન્કિંગ ફાયનાન્સ કંપનીઓનું ચલણ વધતા લોકલ માર્કેટમાં બન્ને વચ્ચે ખરાખરીની કોમ્પીટીશન જોવા મળી હતી. ધીરાણનું પ્રમાણ વધતા બજારમાં તરલતા જોવા મળી છે. પરંતુ હવે આ તરલતા ૩ વર્ષની ટોચે પહોંચી ગઈ છે.

7537D2F3 3

અહીં નોંધનીય છે કે, ગત વર્ષે કરન્સી સકર્યુલેશન ૨૦ ટકા જેટલું ઓછુ હતું. આ વર્ષે કરન્સી સર્ક્યુલેશન વધ્યું છે. લીકવીડીટી સરપ્લસ થવા પામી છે. આરબીઆઈ દ્વારા લેવાયેલા નિર્ણયોના કારણે ઉભી થયેલી લીકવીડીટીની પરિસ્થિતિ હવે બેંકો માટે તકલીફ બની ચૂકી છે. સ્થામીક કક્ષાએ હવે બેંકોને ધિરાણ આપવા માટે ટાર્ગેટ પણ અપાવા લાગ્યા છે. હવે સ્થિતિ જુદી જોવા મળી રહી છે.

તરલતા ૩ વર્ષની ટોચે પહોંચી…

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના માધ્યમી સરકારે લીધેલા પગલાના કારણે બજારમાં તરલતા ૩ વર્ષની ટોચ પર પહોંચી ચૂકી છે. બેંકો માટે હવે વણવપરાયેલા રૂપિયાનો પ્રશ્ર્ન ઉભો થયો છે. તા.૨ જાન્યુઆરી સુધીના આંકડાનુસાર બેન્કીંગ સેકટરમાં રૂા.૪.૦૪ લાખ કરોડ પડ્યા છે. બીજી તરફ ફોરેક્ષ રિઝર્વ પણ વધીને ૪૫૫ બીલીયન ડોલરે પહોંચી ગયું છે. બજેટ પહેલા એકંદરે અર્થતંત્રની તબીયત સુધરતી હોય તેવું ફલીત થઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.