Abtak Media Google News

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે એસ.બી.આઇ. પેન્શનર્સ એસો.ના સભ્યો

દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અગીયાર હજારથી વધુ નિવૃત્ત કર્મચારીઓના બનેલા બીનરાજકીય સંગઠન એસ.બી.આઇ.પેન્શનર્સ એસોસિએશનના રાજકોટ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં કદાચ સૌ પ્રથમવાર બની રહેનાર માતૃસંસ્થા સ્ટેટ બેંકનું ઋણ ચૂકવવાનો અનેરો નવતર અભિગમ પ્રયાસ હાથ ધરીને નવો ચીલો પાડેલ છે. ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આવેલા શરદ દેવએ જણાવ્યું હતું.

Advertisement

એસ.બી.આઇ. પેન્શનર્સ એસોસિએશન (અમદાવાદ સર્કલ)ના સુકાનીઓ કોમરેડ પ્રેસીડેન્ટ આર.એન.ચોક્સી અને જનરલ સેક્રેટરી કમાલભાઇ કાદરીના માર્ગદર્શન હેઠળ પેન્શનર્સ એસોસિએશનના રાજકોટ વિભાગ દ્વારા વર્ષો સુધી બ્રેડ બટર આપનાર સમાજમાં સન્માન આપનાર તેમજ સંતાનોના ઉત્કર્ષમાં અને પરિવારની પ્રગતિમાં તેમજ નિવૃતિ બાદ પેન્શન પણ આપતી ગૌરવવંતી માતૃસંસ્થા સ્ટેટ બેંકનું ઋણ ચૂકવવાનો અનેરો અવસર સ્ટેટ બેંક મેનેજમેન્ટના સહયોગથી પ્રેરણાદાયી નવત્તર અભિગમ હાથ ધરેલ છે.

તાજેતરમાં પેન્શનર્સ એસોસીએશન રાજકોટના અનુભવી, કાર્યદક્ષ અને બેંકના ગ્રાહકો સાથે મધુર સંબંધો ધરાવતા 35 થી વધુ નિવૃતિ બાદ ઢળતી ઉંમરે સ્ટેટ બેંકે મને ઘણું આપ્યું છે મારે સ્ટેટ બેંક માટે કંઇક કરી છૂટવું જોઇએ એવી ઉમદા ભાવના સાથે રાજ્ય સરકારની મહત્વની એવી સરકારી કચેરીઓ બેસે છે તે બહુમાળી ભવનમાં ઓત્ર થઇને બહુમાળી ભવનમાં બેંકના સિમ્બોલ સાથેની અંબ્રેલાઓ રાખી ટેબલ-ખુરશી મૂકીને પાંચ સાથીઓએ બેસીને બહુમાળી ભવનમાં સરકારી કામકાજ માટે આવેલા અરજદારોને બેંકની યોજનાઓની માહિતી આપી હતી એટલું જ નહીં સંગઠનના સભ્યોના અલગ-અલગ ગૃપ બનાવીને બહુમાળી ભવનના તમામ સાત ફ્લોર અને ટ્રેઝરી ઓફિસના ચાર ફ્લોર પર રૂબરૂ જઇને અધિકારીઓની ચેમ્બરમાં તેમજ દરેક કચેરીના સાફના ટેબલ પર રૂબરૂ જઇને બેંકની આકર્ષક ડીપોઝીટ, કાર લોન, હોમ લોન, મ્યુચ્યુલ ફંડ, એસબીઆઇ જનરલ ઇન્સ્યુરન્સ, ડીઝીટલ બેકીંગ તેમજ સાઇબર ક્રાઇમનો ભોગ ન બંને તે માટે જરૂરી સાવચેતી રાખવાની માહિતી આપતી પત્રિકાનું વિતરણ કરીને બેંકની સેવાનો લાભ લેવા વિનંતી કરેલ. એસ.બી.આઇ. પેન્શનસ એસોસિએશનના ડેપ્યૂટી જનરલ સેક્રેટરી શરદભાઇ દવેના માર્ગદર્શન હેઠળ અનુપમ દોશી, ઠે.સી.પંડ્યા, દક્ષિણભાઇ જોષી, શિરીષભાઇ કચ્છી, પરષોત્તમ મુંગલપરા, જીતુ ગણાત્રા સહિતના 35 જેટલા નિવૃત સાથીઓ આ અભિયાનમાં કાર્યરત રહેલ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.