Abtak Media Google News

જીલ્લા ડિઝાસ્ટર મામલતદાર દ્વારા કાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા તાકીદ

ચોમાસાની ઋતુમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર ગુજરાતભરમાં સારો વરસાદ નોંધાયો છે ત્યારે ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતો ધરોઈ જળાશય 86.33 ટકાથી વધુ ભરાયો છે અને ઉપરવાસમાં ભારે વરસાદના પગલે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો જોતા તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ધરોઈ ડેમમાંથી 4000 ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય લીધો હતો ત્યારે ડેમનો એક દરવાજો અડધો ખોલીને પાણી સાબરમતી નદીમાં હાલતો છોડવામાં આવી રહ્યું છે જેને પગલે સાબરકાંઠા જીલ્લા કલેકટરના ડિઝાસ્ટર મામલતદારે પત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે કે સાબરમતી નદી કાંઠાના વિસ્તાર જેવા કે વડાલી,હિંમતનગર,ઈડર અને પ્રાંતિજ તાલુકાના અસરગ્રસ્ત ગામોને સાવચેત રહેવા અને જરૂર જણાય તો સ્થળાંતરની કામગીરી હાથ ધરવા તેમજ સંબંધિત તલાટી અને રેવન્યુ તલાટીઓને ગામમાં હાજર રહેવા માટે તાલુકા અને જિલ્લા કક્ષાએથી સુચના આપવા માટે તાલુકા મામલતદાર અને લાઈઝન અધિકારીને સાબરકાંઠા જિલ્લા કલેકટરના ડિઝાસ્ટર મામલતદારે પત્રમાં જણાવ્યું છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.