Abtak Media Google News

સાબરકાંઠામાં વાહનોના નંબરની ઓનલાઇન હરાજી  કરવાની છે. તા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૭ના પરીપત્ર મુજબ અગાઉ આ હરાજી મેન્યુઅલ ચાલતી ઓક્શન પ્રક્રિયાને બંધ કરી સરળ,નિષ્પક્ષ, પારદર્શક અને ઝડપી ઓનલાઇન ઇ-ઓક્શન પ્રક્રિયાનું અમલીકરણ કરવાનું થાય છે. જેના ભાગ રૂપે સાબરકાંઠાની આર.ટી.ઓ.માં સીરીઝ GJ09DF,DE(2W) અને GJ09BH,BG(4W)માં બાકી રહેલ સિલ્વર અને ગોલ્ડન કેટેગરીના નંબરો માટેની ઓક્શન પ્રક્રિયા તા. ૨૭ થી ૩૦ ડિસેમ્બર ૨૦૧૯ સુધી વાહન માલિકોએ પોતે પસંદ કરેલ નંબર માટેની પાયાની રકમ ઓનલાઇન ભરી ઓનલાઇન અરજી કરવાની રહેશે. તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સવારે ૧૦-૦૦થી સાંજના ૫ વાગ્યા સુધી પોતે પસંદ કરેલ નંબર માટેની ઓક્શન પ્રક્રિયામાં ભાગ લેવાનો રહેશે. આ દિવસે સાંજે ૫.૦૧ કલાકે ઓનલાઇન હરાજીમાં સફળ થયેલા ઉમેદવારોને ઓનલાઇન જ નંબર ફાળવી દેવામાં આવશે જેની જાણ તા.૧ જાન્યુઆરી ૨૦૨૦ના સાંજે ૫.૦૧ કલાકે સફળ ઉમેદવારોને મો.નંબર અને ઇ-મેઇલ પર કરવામાં આવશે.

આ ઓક્શનમાં ભાગ લેનાર અરજદારોએ બિડની રકમ ૧૦૦૦ના ગુણાકમાં વધારો કરેલ  હશે  તેમને તે રકમ હરાજી પુરી થયા બાદ પાંચ દિવસમાં તફાવતની રકમ ઓનલાઇન ભરપાઇ કરવાની રહેશે. અસફળ ઉમેદવારોને તેમની બિડની રકમ પાંચથી સાત દિવસમાં તેમના ખાતામાં ઓનલાઇન જમા કરી દેવામાં આવશે. ઓક્શનમા ભાગ લેવા માટે https://privahan.gov.in/fancy/ પર થઈ પબ્લિક યુઝર આઇ-ડી અને પાસવર્ડથી લોગીન કરવુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.