Abtak Media Google News
  • 10 ફેબ્રુઆરીથી દુધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરાશે: દૂધ ઉત્પાદકોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની જીવાદોરી સમાન સાબરડેરી દ્વારા પશુપાલન સાથે જોડાયેલા ગ્રામીણ પરિવારોની આર્થિક ઉન્નતી હેતુ સતત ચિંતન કરી નિયામક મંડળ દ્વારા દૂધ ઉત્પાદકલક્ષી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે દૈનિક 50 લાખથી વધુ દૂધ ઉત્પાદન થતું હોવા છતાં પશુપાલન વ્યવસાય પોષણક્ષમ બને અને દૂધ વ્યવસાયમાં વધુ વળતર મળી રહે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યાંકની સિદ્ધિ તેમજ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવા સાબરડેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં દૂધના ઊંચા પોષણક્ષમ ભાવો આપવાનો સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે

ત્યારે મોંઘવારીના સમયમાં રોજિંદા જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓના ભાવ હોય કે પછી દૂધ ઉત્પાદન ખર્ચ ઉત્તરોત્તર વધી રહ્યો છે ત્યારે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધુ દૂધ ઉત્પાદકો માટે સતત ચિંતિત સાબર ડેરીના ચેરમેન શામળ પટેલ,મેનેજિંગ ડિરેક્ટર સુભાષ પટેલ અને નિયામક મંડળના સભ્યો દ્વારા દૂધ ઉત્પાદકોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખી દૂધ વ્યવસાયને પ્રોત્સાહિત કરવાના હેતુથી 75 માં ગણતંત્ર દિવસની ઉજવણી અને અયોધ્યામાં 500 વર્ષ બાદ રામલલ્લા બિરાજમાન થયા તે પ્રસંગે સભાસદોની ખુશીમાં વધારો કરવાનો નિર્ણય કરી વર્ષ 2023-024દરમિયાન દૂધના ભાવમાં સતત ચોથી વખત વધારો કરવાનો જાહેર કરેલ છે

આગામી તારીખ 10 ફેબ્રુઆરી 2024 ના રોજથી અમલમાં આવે તે રીતે દૂધના ભાવમાં 10 રૂપિયાનો વધારો કરવામાં આવનાર છે. તારીખ 10 ફેબ્રુઆરી 2024 ના રોજથી અમલમાં આવે તે રીતે જાહેર કરેલ નવા ભાવ મુજબ દૂધ ઉત્પાદકોને ભેંસના દૂધનો કિલો ફેટે ભાવ રૂપિયા 850 અને ગાયના દૂધના સમતુલ્ય કિલો ફેટનો ભાવ રૂ.370.50 પ્રમાણે ચૂકવવામાં આવશે જેના કારણે દૂધ ઉત્પાદકોને માસિક ધોરણે અંદાજિત 6 કરોડ વધુ મળશે આમ પશુપાલન વ્યવસાયમાં સભાસદોને ચોક્કસ આર્થિક મદદ ઉપલબ્ધ થશે સાબરડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાતને પગલે તમામ દૂધ ઉત્પાદકોએ હર્ષથી વધાવી લઈ ચેરમેન શામળ પટેલ,મેનેજમેન્ટ ડિરેક્ટર સુભાષ પટેલ અને નિયામક મંડળના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.