Abtak Media Google News

મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, મ્યુનિ. કમિશનર તથા બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેનની ઘોષણા

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત 7.25 લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી, ન્યુ દિલ્હી દ્વારા રાજકોટ પ્રાણીઉદ્યાન તથા ડો.શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ પાર્ક, સુરત વચ્ચે વન્યપ્રાણી વિનીમય કરવામાં આવ્યો છે.તેમ મેયર ડો. પ્રદીપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર  આનંદ પટેલ અને બાગ બગીચા અને ઝૂ સમિતિનાં ચેરમેન  અનિતાબેન ગૌસ્વામીએ જણાવ્યું હતું. તેઓએ ઉમેર્યું હતું કે, સુરત ખાતેથી સાબર નર 2  અને માદા 2, માર્શ મગર નર 2 અને માદા 2 લાવવામાં આવ્યા છે. આ પ્રાણીઓનો ઉમેરો થતા હવે રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી 67 પ્રજાતીઓના કુલ 550 વન્યપ્રાણી-પક્ષીઓ થયેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.