Abtak Media Google News

વેદોક્ત મંત્રોચ્ચારથી સહજાનંદ નગરમાં દિવ્ય અનુભૂતિ: સમૂહ બ્રહ્મભોજનનો અનેરો અવસર સંપન્ન

રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુલ સંસ્થાના 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે તેના અમૃત મહોત્સવ ઉપક્રમે  રાજકોટ ઉપરાંત, અમદાવાદ સુરેન્દ્રનગર,, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, કેશોદ,જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ માંડવી, વડોદરા, સુરત, વલસાડ ઉપરાંત મુંબઈથી બ્રાહ્મણ બટુકો આ યજ્ઞોપવિત કહેતા જનોઈ ધારણ કરવા માટે પધારેલા.  કુલ મળીને 82 બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત આપવામાં આવી હતી.

જેનો શાસ્ત્રોક રીતે સર્વ વિધિ વિધાન ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી કિશોરભાઈ દવે તથા સુરતના શૌનક મહારાજે કરાવેલ.

રાજકોટ  સ્વામિનારાયણ ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થી મોરબીના  મગનભાઈ ભોરણીયાના આર્થિક સહયોગ દ્વારા બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ બટુકોને જનોઈ , વસ્ત્રદાન આપવામાં આવેલ.  તેમજ આ પ્રસંગે તેમના સંબંધીઓ ઉપરાંત 10,000 બ્રાહ્મણોને આજે બ્રહ્મભોજન કરાવવાની સેવા અક્ષર નિવાસી હરખચંદભાઈ ધનજીભાઈ બગડાયના સુપુત્રો વિનોદરાય તથા ગુરુકુળના શિક્ષક શ્રી કાંતિભાઈ પટેલના સુપુત્ર હરિભાઈ , રાજેશભાઈ , યોગેશભાઈ તથા હરર્કાંતભાઈ છનિયારાના સુપુત્ર ઘનશ્યામભાઈ , અમિતભાઈ તથા વિનોદરાય વલ્લભદાસ પરમારના પરિવારના સભ્યોએ બ્રહ્મ ભોજન કરાવવાનો લાભ લીધેલ  હતો.

આ પ્રસંગે પૂર્વ મેયર   જૈમનભાઈ ઉપાધ્યાય, સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ  દર્શિતભાઈ જાની તથા ભાગવત આચાર્ય  કનૈયાલાલ ભટ્ટ તથા શાસ્ત્રી  મંગલ સ્વરૂપદાસ જી સ્વામી વગેરેએ પ્રાસંગિક ઉદબોધન કરેલ. પ્રખ્યાત ન્યુરોસર્જન ડોક્ટર રાજેન્દ્ર ત્રિવેદી , બ્રહ્મ સમાજના મંત્રી હિતેશભાઈ શુક્લ , જન કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા , ઓમ માનવ કલ્યાણ ટ્રસ્ટના ચેરમેન પ્રવીણભાઈ જોશી , અશોકભાઈ ભટ્ટ  , કૌશિકભાઈ શાસ્ત્રી ,   સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના આચાર્ય   કિશોરભાઈ દવે, જનાર્દન ભાઈ આચાર્ય વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેલા.

આયોજનને સફળ બનાવવા   વસંતભાઈ લીંબાસીયા ,કાંતિભાઈ ગજેરા ,ધીરજભાઈ આસોદરીયા ,વિજયભાઈ પનારા ,વલ્લભભાઈ લીંબાસીયા ,મગનભાઈ નાથાણી ,જયેશભાઈ ચાવડા ,મુકેશભાઈ પાંભર , છગનભાઈ પાંભર,નિતેશભાઈ ટાંક , ભરતભાઈ ભુવા ,નિલેશભાઈ ટીલાળા ,અરવિંદભાઈ ધામી ,લક્ષ્મણભાઈ વાવેસા , ભરતભાઈ ,લાલજીભાઈ તોરી,બાબુભાઈ હળિયાદ, શિવલાલભાઈ પાંભર વગેરે સત્સંગ મંડળના યુવાનો તથા મહિલાઓએ સારી સેવા બજાવેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.