Abtak Media Google News

જામજોધપુરના સડોદર ગામ પાસે આવેલા એક મકાનમાં ગઈરાત્રે એલસીબીએ દરોડો પાડી જુગાર રમાડતા મકાન માલિક અને જુગાર રમતા સાત શખ્સોને પકડી રોકડ, વાહન મળી રૃા.પોણા ચાર લાખનો મુદ્દામાલક બજે કર્યો છે. જ્યારે કાલાવડના આણંદપર પાસે છોટા હાથીમાં જામેલી જુગારની મહેફિલ પોલીસે પકડી પાડી આઠની ધરપકડક રી છે.

જામજોધપુર તાલુકાના સડોદર ગામની સીમથી પાંચદેવડા તરફ જવાના માર્ગ પર આવેલા એક મકાનમાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળતા ગઈરાત્રે ત્રણ વાગ્યે જામનગરની સ્થાનિક ગુન્હાશોધક શાખાના સ્ટાફે દરોડો પાડયો હતો.

ત્યાં આવેલા હિતેશ વ્રજલાલ દુધાગરાના મકાનમાં એલસીબીએ ઘેરો ઘાલી ચકાસણી કરતા હિતેશને નાલ આપી ગંજીપાના કૂટી રહેલા કૌશિક રણછોડભાઈ ભાલોરિયા, નવાઝ મામદ મલેક, ચંદુભાઈ અમરાભાઈ જાદવ, નિલેશ નરશીભાઈ તાળા, કાંતિલાલ બચુભાઈ પટેલ, નિલેશ હંસરાજભાઈ મારડિયા તથા નાથાભાઈ નાઝાભાઈ રાઠોડ નામના સાત શખ્સો મળી આવ્યા હતા. પટમાંથી રૃા.૧,૫૪,૧૦૦ રોકડા, ત્રણ મોટરસાયકલ, એક મોટર મળી કુલ રૃા.૩,૮૪,૧૦૦નો મુદ્દામાલ કબજે કરી એલસીબીના એએસઆઈ વસરામભાઈ આહિરે આઠેય આરોપીઓ સામે જુગારધારાની કલમ-૪, પ હેઠળ શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.કાલાવડ તાલુકાના આણંદપર ગામમાં ગઈકાલે સાંજે એક વાહનમાં બેસી કેટલાક શખ્સો ગંજીપાના વડે જુગાર રમી રહ્યા હોવાની બાતમી મળતા કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના સ્ટાફે આણંદપરમાં દરોડો પાડયો હતો.

ત્યાં રોડ પર પડેલા જીજે-૩-બીવી ૫૩૧૫ નંબરના છોટા હાથીની શકના આધારે પોલીસે તલાશી લેતા તેમાં બેસી ગંજીપાના કૂટી રહેલા હિતેશ કાકુભાઈ સોડવરિયા, સંજય ભગવાનજીભાઈ ઢોલરિયા, યોગેશ કેશુભાઈ પીપરિયા, શૈલેષ ભૂરાભાઈ ભાલારા, હિતેશ મનસુખભાઈ આસોદરિયા તથા ધવલ રમેશભાઈ આસોદરિયા નામના છ શખ્સો મળી આવ્યા હતા. પોલીસે રૃા.૧૨૨૦૦ રોકડા, રૃા.૧ લાખનું વાહન કબજે કરી છએય શખ્સો સામે જુગારધારાની કલમ-૧ર હેઠળ ગુન્હો નોંધ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.