Abtak Media Google News

મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ લાખો રૂપિયાનો દારૂ પોલીસ પકડી પાડતી હોય છે. ત્યારે બુટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે નવા નવા પેતરાઓ અપનાવતા હોય છે. ત્યારે સલામત સવારી એસટી અમારી એવી સરકારી બસમાંથી ડ્રાયવર જ દારૂના જથ્થા સાથે ઝડપાયો છે. બે મહિનામાં બીજી વાર સરકારી બસમાંથી દારૂ મળી આવ્યો છે. દીવથી ગાંધીનગર રૂટની એસટી બસમાં દારૂ હોવાની બાતમી આધારે પોલીસે એસ ટી વોલ્વો બસને રોકી તપાસ કરતા વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે વોલ્વો બસના ડ્રાઈવર વિરૂદ્ધ ફરીયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દીવ-ગાંધીનગરની વોલ્વો બસમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે. ઉના પોલીસે વોલ્વો બસમાં તપાસ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. દીવ-ગાંધીનગર જતી વોલ્વો બસ નં. GJ 07 YZ 6631માં દારૂ હોવાની બાતમી આધારે ઉના પોલીસે બસની તલાસી લીધી હતી.

દીવ-ગાંધીનગર રૂટની વોલ્વો બસમાં નં. GJ 07 YZ 6631 દીવથી ઉના તરફ આવતી વોલ્વો બસમાં દારૂ હોવાની બાતમી આધારે માંડવી ચેક પોસ્ટ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. અને વોલ્વો બસને ઉના પોલીસે ડેપોમાં બસની તલાશી લેતા બસના ડ્રાઇવરની પાછળની સીટમાં ખાલી જગ્યામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોલીસે પકડી પાડ્યો હતો.

પોલીસે રૂ.3200ની કિંમતની ૮ વિદેશી દારૂની બોટલ કબ્જે કરી ડ્રાઈવર વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ કરેલ છે. જોકે પોલીસે વોલ્વો બસમાં દારૂ ઝડપી પાડતા બસમાં બેઠેલાં પેસેન્જરો કલાકો સુધી રઝડી પડ્યા હતા. અને ડેપોએ પેસેન્જરો માટે અન્ય બસની વ્યવસ્થા કરવી પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.