રોગોનો અકસીર ઈલાજ … નૃત્ય .. રોગોથી પામો મુક્તિ

health
health

બોલરૂમ ડાન્સથી કોરોનરી નામનો હાર્ટ ડિસીઝનો ખતરો ટળી જાય

અડધો કલાક ડાન્સ કરવાથી ૧૫૦ જેટલી કેલરી બાળી શકાય

સામાન્ય રીતે ડાન્સને મનોરંજનનું માધ્યમ માનવામાં આવે છે. વધુમાં એવું માની શકાય કે તે ભાવનાઓની અભિવ્યક્તિ છે, પણ ડાન્સનો ઉપયોગ રોગોના ઇલાજમાં પણ થાય છે.
આ ઇલાજને ડાન્સ મૂવમેન્ટ થેરેપી કહે છે. આનાથી ડિપ્રેશન, હૃદયરોગ, હાડકાંનો દુખાવો, ઓસ્ટિયોપોરોસિસ, ડિસ્લેક્સિયા, પાર્કિસન વગેરે જેવી બીમારીઓનો ઇલાજ કરી શકાય.

ડાન્સ કરતી વખતે શરીરની વિભિન્ન માંસપેશીઓનો ઉપયોગ થાય છે. શરીરના જોઇન્ટ્સની મદદ વગર માંસપેશીઓના સહારે ડાન્સ થતો હોવાથી તે મજબૂત અને સક્રિય બને છે. બોલ અને જાજ ટાઇપના નૃત્યો હૃદયને મજબૂત બનાવે છે અને લોહીનો પ્રવાહ તેમજ કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે.

બોલરૂમ ડાન્સથી કોરોનરી નામનો હાર્ટ ડિસીઝનો ખતરો ટળી જાય છે અને વજન પણ ઊતરે છે તેમજ એચ ડી એલ કોલેસ્ટ્રોલના સ્તરમાં પણ સુધારો આવે છે.

અડધો કલાક ડાન્સ કરવાથી ૧૫૦ જેટલી કેલરી બાળી શકાય છે. ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતા વધે છે. એ સિવાય પણ ડાન્સથી દિમાગ પણ તંદુરસ્ત રહે છે.

એરોબિક્સ એ ડાન્સ અને કસરતનું અદ્ભુત સંગમ છે. તેનાથી સામાન્ય માણસ ફિટ એન્ડ ફાઇન રહી શકે