Abtak Media Google News

સમસ્ત મહાજન દ્વારા સમગ્ર ભારતમાં જળ, જંગલ, જમીન, જનવર, જનની સુખાકારી માટે અનેક વિધ સત્કાર્યો સતત કરવામાં આવે છે. સુજલામ સુફલામ જળ સંચય અભિયાન ૨૦૧૮ અંતર્ગત ડીસા તાલુકા બુરાલ, પેછડાલ, સાડીયા, શેરપુરા, પાલડી સહીતના ૧૬ ગામના ૧૯ સ્થળો, તળાવો ઉંડા તેમજ બનાસકાંઠા પાટણ સહીતના સમગ્ર પણે ર૯ સ્થળોએ જળસંચય અભિયાન કરવાની શુધ શરુઆત કરાઇ છે.

આગામી દિવસોમાં સમગ્ર બાનસકાંઠા અને ગુજરાતમાં મહારાષ્ટ્રની જેમજ વ્યાપકપણે જળ સંચય અભિયાન હાથ ધરાશે. જે અંતર્ગત સોમારપુરી મહારાજ ગૌશાળા આશ્રમ (ડીસા) કે જયાં ૧૭૦૦ જેટલા અશકત નિરાધાર પશુ-પક્ષીઓને સ્નેહાશ્રય અપાયો છે. ત્યાં સમસ્ત મહાજનના ગીરીશભાઇ શાહ, મિતલ ખેતાણી, નિલેશભાઇ રાયચુરા સહીતનાઓની ટીમે રુબરુ મુલાકાત લઇ ત્યાંના તળાવને ઉંડુ કરી અબોલ જીવોના લાભાર્થે જળસંચય માટે કામ પુુરુ થાય ત્યાં સુધી જે.સી.બી. ફાળવવાની જાહેરાત કરી છે. સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૧૮ અંતર્ગત ગુજરાત સરકાર સાથે સમસ્ત મહાજનની લોકભાગીદારી બનાસકાંઠા, પાટણ જીલ્લાના ર૯ ગામોમાં કામો થશે જેના થકી વરસાદી જળનો સંગ્રહ થશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.