Abtak Media Google News

વિશ્વભરમાં કુલ વસ્તીના 5 થી 10% લોકો એલજીબીટી કોમ્યુનિટીના હોય છે.ત્યારે આ પ્રકારનો સમલૈંગિક વ્યક્તિઓને એક-બીજા સાથે લગ્નેતર સબંધો બાંધવા માટે સાપદેસરતા મળે તે માટે સુપ્રીમ કોર્ટમાં લડત ચાલી રહી હોવાનું રાજપીપળાના પ્રિન્સ માનવેન્દ્રસિંહે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સબંધોને બહાર કર્યા હતા પરંતુ તેમાં લગ્નનો ઉલ્લેખ કરાવી નથી. જેથી તેમાં ગે-લેસ્બિયન લોકોએ અલગ-અલગ પ્રકારની પીટીશન દાખલ કરી હતી. અને સમલૈંગિક લગ્નોને કાયદેસરતા માટે લડત ચાલુ કરી હતી. જેમાં અમૂક સબંધો પરિવારની ઈચ્છા અનુસાર તો કેટલાક સબંધ વ્યક્તિની સહમતીથી બંધાય છે. પરંતુ સમાજમાં સમલૈંગિક લગ્નોને કાયદેસરતા ન મળતા હાલાકી ભોગવવી પડે છે.જેથી વહેલી તકે દેશમાં સમલૈંગિક લગ્નને કાયદેસરતા મળે તે જરૂરી છે. પિન્સ માનવેન્દ્રસિંહ એશિયામાં એક માત્ર ભારતમાં ગે આશ્રમ રાજપીપળામાં શરુ કર્યો હતો. જે આજે કાર્યરત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.