Abtak Media Google News

વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભાજપને  કેમ શિસ્તબધ્ધ પાર્ટી માનવામાં આવે છે તેનું ઉદાહરણ આ તસવીર  આપી રહ્યા છે વી.આર. અને સી.આર. વચ્ચે  મન ખાંટા પડી ગયા છે તેવી વાતો છેલ્લા ઘણા સમયથી ગુજરાતના રાજકારણમાં ચર્ચાય રહી છે. પરંતુ ભાજપના સિધ્ધાંતોને વળગેલા નેતાઓ કયારેય પોતાના મનમાં કડવાશ રાખતા નથી જયારે ભગવાનના આંગણે  હોય ત્યારે મન કડવા નહીં પરંતુ સંપૂર્ણ પણે હળવા થઈ જતા હોય છે.

રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ જયારે  એક મંચ પર ભેગા થાય ત્યારે એકાબીજા સાથે બોલતા નથી કે એકાબીજા સામુ નજર પણ કરતા નથી તેવા સમાચારોતો અવાર નવાર  પ્રસિધ્ધ   થઈ ચૂકયા છે. પરંતુ  વીઆર અને સીઆરને એક જ  સોફા પર  મૂકત મને  હસતા નિહાળી ભાજપના લાખો કાર્યકરોના હૈયે હિટવેવમાં પણ ટાઢક મળી છે.

ભાવનગરમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપસંઘના ઉપક્રમે ચાલી રહેલા ‘ઈશ્રુરસોત્સવ’માં ત્યાગ અને તિતિક્ષાની શ્રેષ્ઠ આરાધના સમાન વર્ષીતપ કરી રહેલા તપસ્વીઓનાં પારણાના પાવન અવસરે  રૂપાણી અને પાટીલ એક જ સાથે બેઠા હતા. આ ઘટનાના પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ સાક્ષી બન્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.