Abtak Media Google News

એક વર્ષમાં સેન્સેક્સ ૪૬૪૨ પોઈન્ટ ઉછળ્યો: રોકાણકારો ૨૫ લાખ કરોડ કમાયા

સંવત ૨૦૭૩ના છેલ્લા દિવસે શેરોમાં ઉંચા મથાળે સાવચેતી વચ્ચે સેન્સેક્ષ સપાટબંધ રહ્યો હોવા છતાં વિતેલા વર્ષ દરમિયાન તેમાં ૧૬.૬ ટકાનું વળતર જોવાયું હતું.

Advertisement

જયારે આજ સમયગાળામાં નિફટી ૧૮.૨૦ ટકા વધી હતી. રોકાણકારોની મૂળીમાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા ૨૫.૩૪ લાખ કરોડની વૃદ્ધિ થઈ હતી. આજે વહેલી સવારે મુહૂર્તના સોદામાં પણ રોકાણકારોએ ભારે રસ દાખવ્યો હતો.

વિદેશી શેરબજાર ખાસ કરીને અમેરિકન શેરબજાર વિક્રમી સપાટી અને ડાઉ જોન્સ પ્રથમવાર ૨૩૦૦૦ની સપાટીને સ્પર્શવાના અહેવાલ ડિસ્કાઉન્ટ થઈ ગયા હતા.

સેન્સેક્ષ દિવસ દરમિયાન બે તરફી વધઘટ વચ્ચે અથડાયા બાદ છેલ્લે સાધારણ ૨૪.૮૧ પોઈન્ટ ઘટીને ૩૨૫૮૪ની સપાર્ટીએ બંધ રહ્યો હતો.

બેંક નિફટી શેરોની આગેવાની હેઠળ ૨૩.૬૦ ઘટીને ૧૦૨૧૦.૮૫ રહ્યો હતો.

એકસીસ બેંકના કારણે નિફટીમાં ઘટાડાની તિવ્રતા વધી હતી. બેંકનું માર્કેટ કૈફ ગણતરીના કલાકોમાં ૧૧૭૦૯ કરોડ ધોવાઈ ગયું હતું.

એફઆઈઆઈની વિતેલા વર્ષમાં મોટાભાગના મહિનામાં વેંચવાલી રહેવા છતાં સ્થાનિક ફંડોના ટેકાએ બજાર પોઝીટીવ રહેવામાં સફળ રહ્યું હતું. માટે રોકાણકારોને ગત વર્ષે સા‚ વળતર મળ્યું હોવાનું કહી શકાય.

આગામી વર્ષે ૧૨ થી ૧૫ ટકા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

જો કે રોકાણકારોએ ફંડા મેન્ટલી મજબૂત શેરો પસંદ કરવાનો આગ્રહ રાખવો પડશે. બેંકોએ માર્ચ ૨૦૧૮ સુધીમાં ખાતા ચોખ્ખા કરવાના રહેતા તેઓ પર આગામી ગાળામાં દબાણ જોવાશે.

કેટલીક કંપનીઓના પરિણામને બજારના વર્ગોએ કડક વલણથી જાકારો આપતા શેરના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. એકસીસ સહિતની કેટલીક પેઢીઓના શેર એકાએક ગબડી જતાં રોકાણકારોને ધ્રાસકો પડી ગયો હતો. અલબત છેલ્લા એક મહિનામાં આઈસીઆઈસીઆઈ અને એસબીઆઈ ઈન્સ્યોરન્સ, ગોદરેજ અને માસ ફાઈનાન્સ સહિતના આઈપીઓમાં મજબૂત વળતર થતાં રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.