Abtak Media Google News

બાર એસો. માં તમામ હોદા ભોગવી ચુકેલા ‘ચાકુ’ સામાજીક અને રાજકીય સંસ્થામાં કામગીરી બજાવી

રાજકોટ બાર એશોસીએસનના પુર્વ પ્રમુખ, સંજયભાઈ વ્યાસ  વકીલાતના ક્ષેત્રમાં 37 વર્ષની મંજીલ કાપી 38 માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. સંજયભાઈ વ્યાસ જામનગર જીલ્લાના ઓખા મુકામે પ્રાથમીક અભ્યાસ બાદ કોલેજ કાળનો અભ્યાસ રાજકોટમાં પર્ણ કર્યા બાદ 1985 થી રાજકોટ બાર એશોસીએસન ના સભ્ય તરીકે વકીલાતની કારકીદી શરૂ કરેલ અને બારમાં કારોબારી સભ્ય,ખજાનચી,જો.સેક્રેટરી,ઉપ પ્રમુખ,સેક્રેટરી તથા ર010 માં પ્રમુખ તરીકેની જવાબદારી નીભાવેલી બાર એશો. એડવોકેટ વેલફેર ફંડના ખજાનચી તરીકે  સફળ કામગીરી બજાવેલ છે.

સંજયભાઈ વ્યાસ સને ર016 મા  બાર એશોસીએશનના ઈલેકશનમા  સૌથી વધુ જંગી  લીડ થી પ્રમુખ તરીકે વિજેતા થયેલા હેમુ ગઢવી હોલમા  ગુજરાતના વકીલો માટે કાયદાકીય વિષયો ઉપર લીગલ સેમીનારનુ આયોજન કરેલ જેમાં હાઈકોર્ટના મુખ્ય ન્યાયધીશ  એસ. સુભાષ રેડીની ઉ5સ્થિતમાં યોજાયેલો જેમાં  ગુજરાત માથી ભાગ લેવા આશરે 1ર00 વકીલોએ સેમીનારમા ભાગ લીધેલ   દેશમાં સૌપ્રથમ વખત 15 વર્ષ થી વધુ વકીલાત કરતા રાજકોટ ના મહિલા ધારાશાસ્ત્રીઓની સરકારી વકીલો નું   સન્માન કરેલું તેમજ  બાર એસોસીએશન ની વેબસાઈટનું લોન્ચીંગનો કાર્યક્રમ કરેલ સંજયભાઈ વ્યાસ ભાજપ કાર્યકર તરીકે અને  વોર્ડ નં. 3 માં ચુટણીમાં  ઈન્ચાર્જ તરીકે  યુવા મોરચા માં ઉતરઝોન ઈન્ચાર્જ કામગીરી બજાવી ચુકેલ છે. રાજકોટ શહેર ભાજપમાં ઈલેકશન લીગલ શેલમાં સહક્ધવીનર અને  સોશીયલ મીડીયા ઈન્ચાર્જ તરીકેની પણ ફરજ બજાવેલ. સંજયભાઈ વ્યાસ ઔદિચ્ય બ્રાહૂમણ ખરેડી સમવાય જ્ઞાતિ મંડળ રાજકોટ માં ચાર વર્ષ સુધી સેક્રેટરી તરીકે પણ ફરજ બજાવેલ છે. 60 વાર બ્લડ ડોનેટ કરી જરૂરીયાત મંદ લોકોને  બ્લડ  ડોનેટ કરેલ છે. પુત્ર પ્રતિક વ્યાસ પણ પિતાના પગલે ર016 થી એડવોકેટનાં વ્યવસાયમાં જોડાયા છે.

સંજયભાઈ  મીલનસાર સ્વભાવથી વકીલોમાં અને  મીત્ર વર્તુળમાં ” ના હુલામણા નામે ઓળખાય  છે.  સૌરાષ્ટ્રના જુદા જુદા સેન્ટરોમા સીવીલ, રેલ્વે, ક્રિમીનલ, લેબર, એમ.એ.સી.પી. વિગેરે ક્ષેત્રોમા બેદાગ રીતે વકીલાત કરે છે. તેઓ વકીલો , સગા સંબધીઓ અને મીત્ર વર્તુળ તરફથી તેઓને વકીલાત ક્ષેત્રે 37 વર્ષ પુર્ણ કરી 38 માં વર્ષમા વકીલાત ક્ષેત્રે પ્રવેશ કરેતા શુભકામનાઓ પાઠવવામાં આવેલી છે તેમના મોબાઈલ નં. 94ર7ર ર1997 છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.