Abtak Media Google News

મોબાઈલ એજ્યુકેશન એપ વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મદદકર્તા : અપૂર્વભાઈ મણીઆર

સરસ્વતી વિદ્યામંદિર સંકુલની ત્રણેય શાળાઓ મારુતિનગર, રણછોડનગર અને નવા થોરાળાનાં ધોરણ ૧થી ૧૦નાં ૧૮૦૦ વિદ્યાર્થીઓને સંસ્થા તરફથી તેમનાં માતા-પિતાનાં મોબાઈલમાં ઈ-અભ્યાસક્રમની સુવિધા ટોકનદરે પૂરી પાડવામાં આવી છે. સરસ્વતી શિશુ મંદિર સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરનાં જણાવ્યા અનુસાર આધુનિક ટેકનોલોજીનાં યુગમાં વાલીઓને પોતાના બાળકને મોબાઈલથી દૂર રાખી શકતા નથી. દરેક વાલીઓને ફરજિયાતપણે પોતાના સંતાનોને મોબાઈલનો ઉપયોગ કરવા આપવો પડે છે. આથી સંસ્થાએ મનોમંથન કરીને વાલીઓની આ સમસ્યાનું નિરાકરણ કાઢ્યું છે. આજની પેઢી આધુનિક ઉપકરણોનો સદુપયોગ કરે તે હેતુસર ધોરણ ૧થી ૧૦નો સંપૂર્ણ પાઠ્યપુસ્તક અભ્યાસક્ર અને બીજી અઢળક શૈક્ષણિક સામગ્રી શાળાનાં વાલીઓનાં મોબાઈલમાં નવનીતની એજ્યુકેશન એપ દ્વારા આપવામાં આવી છે. જે એપ્લીકેશન દ્વારા વાલીઓ તેનાં બાળકને રમતા-રમતા શકશે. ઉપરાંત આ મોબાઈલ એપ દ્વારા વાલીઓ પણ બૌદ્ધિક રીતે સમૃદ્ધ થશે. માત્ર વિદ્યાર્થીઓ જ નહીં આ મોબાઈલ એજ્યુકેશન એપ્લીકેશન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મદદરૂપ બનશે એવું સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું હતું.

સરસ્વતી વિદ્યામંદિર સંકુલ દ્વારા નવનીત મોબાઈલ એપની ઈ-અભ્યાસક્રમની પહેલથી વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ શિક્ષણ પ્રત્યેની રુચિમાં વધારો થશે ઉપરાંત સંપૂર્ણ અભ્યાસક્રમ અાંગળીનાં ટેરવે ઉપલબ્ધ બનતા વાલીઓની ટ્યુશન ફી બચશે તેમજ વાલીઓ તેમનાં સંતાનોનાં સંપૂર્ણ અભ્યાસક્રમ, તેને ગમતા વિષયો અને અન્ય બાબતોથી માહિતગાર થઈ શકશે. આ એપના વ્યક્તિગત ઉપયોગથી સ્ટુડન્ટસમાં સેલ્ફ લર્નિંગના ગુણો પણ વિકસશે.  સરસ્વતી શિશુ મંદિર સંસ્થા તરફથી ઉપલબ્ધ કરાવવામાં આવેલી ઈ-અભ્યાસક્રમ એપ બદલ શાળાનાં વાલીઓ સમગ્ર ટ્રસ્ટીગણ તેમજ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.