Abtak Media Google News

ઉદ્યોગપતિઓને ‘થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ’ વિષય પર પૂ.અપૂર્વમુનિ સ્વામીએ આપ્યું માર્ગદર્શન

પૂ. પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતી મહોત્સવરાજકોટ ખાતે ભવ્યતા અને દિવ્યતાપૂર્વક ઉજવાશે. સમગ્ર વર્ષ દરમિયાન રાજકોટમાં વિવિધ સામાજીક અને આધ્યાત્મિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે તે અંતર્ગત તાજેતરમાં રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા પ્રમુખસ્વામી સભાગૃહ ખાતે ‘થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ’ વિષય પર રાજકોટમાં આવેલ વિવિધ કંપની, પેઢી, વ્યવસાય અને દુકાનનામાલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ, મેનેજર્સ માટે રાજકોટ લીડર્સ સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

1 30

પ્રગતિશીલ રાજકોટના આ ઉદ્યોગપતિઓ સમક્ષ કાર્યક્રમની શરૂઆતમાં પ્રેરણાત્મક વીડિઓ શો રજૂ કરવામાં આવ્યો હતો. ભારતીય પરંપરા મુજબ યુવકો દ્વારા માંગલિક ર્પ્રાના કરવામાં આવી હતી. ત્યારબાદ રાજકોટ મંદિરના સંત નિર્દેશક પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ  ‘થિંક ડિફરન્ટ બી ડિફરન્ટ’  વિષય પર પ્રેરક વક્તવ્યનો લાભ આપ્યો હતો. જેમાં તેઓએ જીવનના દરેક તબક્કે એટલે કે નિષ્ફળતા, સફળતા, પ્રતિકૂળતા, સગવડતાઓ, માન-અપમાન અને પ્રશંસા વખતે સકારાત્મક અભિગમ કઈ રીતે રાખી શકી જીવનમાં આગળ વધી પ્રગતિ કરી શકીએ એ વિષયક ખુબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું.

આ સેમીનારમાં રાજકોટ શહેરના મહાનુભાવો જેમાં શહેર જિલ્લા ભાજપ પ્રમુખ તા માર્કેટિંગ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયા,રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શિવલાલભાઈ બારસિયા,માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા,વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી તા ટ્રાન્સપોર્ટ એસોસિએસનના પ્રમુખ  શાંતુભાઈ રુપારેલિયા,વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ તા નાગરિક બેન્કના ડાઇરેક્ટર હરિભાઇ ડોડીયા સહીત કુલ ૩૫ એસોસિએશનના પ્રમુખો ઉપસ્તિ રહ્યા હતા. રાજકોટ શહેર અંતર્ગત આવતી વિવિધ કંપનીઓ અને પેઢીઓ તા દુકાનનામાલિકો, પાર્ટનર્સ, ડિરેક્ટર્સ અને મેનેજર્સ મળી કુલ ૨૦૦૦ જેટલા ઉદ્યોગપતિઓ સેમીનારમાં ઉપસ્તિ રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.