Abtak Media Google News

રાજ્યમાં વરસાદે વિરામ લીધો છે. ઉપવાસમાં સારા વરસાદને કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પાણીની સતત આવક શરૂ છે. ડેમમાં પાણીનું લેવલ દરવાજા મૂકાયા બાદ પહેલીવાર ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે. ડેમમાં પાણીની સપાટી 132.98 મીટરે પહોંચી છે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થઇ રહ્યો છે. સતત પાણીની આવક થતા સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટી પર છે. ડેમની સપાટી વધીને 132.98 મીટર પર પહોંચી છે. જ્યારે પાણીની આવક થતા ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે.

નર્મદા ડેમની સપાટી વધીને 132.98 મીટર પર પહોંચી છે. હાલ ડેમમાં 2 લાખ 90 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. ત્યારે જળસપાટીમાં વધારો થતા ડેમના 15 દરવાજા ખોલી દેવાયા છે. ડેમમાંથી હાલ 2 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.