Abtak Media Google News

લેઉઆ પટેલ સમાજનાં સમુહ લગ્નમાં ૬૨ નવદંપતીઓ માંડશે પ્રભુતામાં પગલા

હરબટીયાળી ગામે આયોજિત સમુહ લગ્ન સમારોહમાં નરેશ પટેલ અને જયેશ રાદડીયાની રકતતુલા પણ કરાશે: સમાજના ૧૦ હજાર લોકો લગ્નોત્સવમાં સાક્ષી બનશે

સરદાર લેઉઆ પાટીદાર સમાજ દ્વારા ટંકારાના હરબટીયાળી ગામે અખાત્રીજના પર્વે તા.૭ના રોજ પ્રથમ સમૂહ લગ્નોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૬૨ નવદંપતિઓ, પ્રભુતામાં પગલા માંડવાના છે. આ તકે રકતતુલા, વૃક્ષારોપણ સહિતના સેવાયજ્ઞો પણ યોજાવાનાં છે. જે અંગે વિસ્તૃત વિગત આપવા નરેન્દ્રભાઈ સંઘાત, અશોકભાઈ પટેલ, બેચરભાઈ ઢેઢી, ભીખાભાઈ સંઘાત, હરેશભાઈ ભાગીયા, કાનજીભાઈ ભાગીયા, રામજીભાઈ સંઘાત, અશ્ર્વીનભાઈ ઢેઢી, અતુલભાઈ ભાગીયા, રમેશભાઈ ઢેઢી, જીતેન્દ્રભાઈ ગોસરા, ગણેશભાઈ નમેરા, રાજુભાઈ જુંજા સહિતનાએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

સામાજીકક્રાંતીના હરકદમ પર આગળ પાટીદાર સમાજમાં સમુહ લગ્નક્ષેત્રે ખૂબજ ક્રાંતી આવી છે. સૌરાષ્ટ્રના દરેક તાલુકા મથકોએ સમુહ લગ્નો યોજાય છે. એજ રીતે ટંકારા તાલુકાના હરબટીયાળી ખાતે આગામી તા.૭ને અખાત્રીજના પાવન દિવસે લેઉવા પટેલ સમાજની વાડી ખાતે સરદાર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સમાજના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં ૬૨ નવયુગલો શાસ્ત્રોકતવિધિથી પ્રભુતામાં પગલા માંડશે આ પ્રસંગે ખોડલધામનાં પ્રણેતા નરેશ પટેલ અને કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનો રકતતુલાનો પણ કાર્યક્રમ રાખેલ છે. સમુહ લગ્નમાં ભાગ લેનાર દીકરીઓને કરીયાવરમાં જીવનજરૂરી ઘરવખરીની તમામ ચીજવસ્તુઓ દાતાઓનાં સહયોગથી આપવામાં આવશે.

આ શુભ અવસર પર સમારોહના મુખ્ય અધ્યક્ષ તરીકે ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન અને પ્રમુખ નરેશભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે. જયારે સમારોહના ઉદઘાટક તરીકે ક્ધયા કેળવણી ક્ષેત્રે તેમજ વિવિધ સામાજીક ધાર્મિક કાર્યો સાથે જોડાયેલા રાજયના કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત રહેશે.

આ ઉપરાંત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, જ્ઞાતિ રત્ન મહેશભાઈ સવાણી, ગોપાલભાઈ વસીરપરા, શિવલાલભાઈ વેકરીયા, રજનીકાંતભાઈ ડી. પટેલ, ગોવિંદભાઈ ખૂંટ, જમનભાઈ તારપરા, શીવાભાઈ ગઢીયા, વલ્લભભાઈ રામાણી, કે.પી. ભાગીયા, ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી મધુબેન અશોકભાઈ સંઘાણી, મોરબી જિલ્લા પંચાયત સભ્ય ગીતાબેન હબરીયા, રાજકોટના કોર્પોરેટર રેખાબેન ગજેરા વગેરે મહેમાનો ઉપસ્થિત રહી દિકરીઓને આર્શિવચન પાઠવશે. આ સમુહ લગ્નને સફળ બનાવવા ૧૦૦૦થી વધુ સ્વયમ સેવકો સેવા આપશે ઉપરાંત ૧૦,૦૦૦ લોકો આ સમુહ લગ્નના સાક્ષી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.