Abtak Media Google News

૧૫ વર્ષથી વધુ વયના યુવાનો જોડાઈ શકશે: તા.૬ થી ૧૨ મે સવારે ૬ થી ૭ એક કલાક તાલીમ: નામ નોંધાવી લેવા અનુરોધ

બજરંગદળ રાજકોટ મહાનગર દ્વારા સ્વરક્ષણ તાલીમ માટે જુડો કરાટે, માર્શલ આર્ટની તાલીમ આપવામાં આવશે. બજરંગદળ દ્વારા રાષ્ટ્ર માટે સમર્પિત યુવાનોને સંસ્થામાં જોડી અને સમાજ હીત, રાષ્ટ્રહીતનાં કાર્યમાં સામેલ કરવામાં આવે છે. દેશ અને સમાજના રક્ષણ સાથે સ્વરક્ષણ પણ એટલું જ જરૂરી છે. સશકત યુવાન જ આપણા દેશની આવતીકાલ છે.

આર્મી, પોલીસ વિભાગ, એસ.આર.પી., રેલવે, હોમગાર્ડ કે રમત-ગમત ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનો માટે શરીર સૌષ્ઠવ ખુબ જ જરૂરી છે. આ વિચારધારાને કેન્દ્ર સ્થાને રાખીને બજરંગદળના રાજકોટ મહાનગર એકમ દ્વારા તા.૬ મે થી ૧૨ મે સવારે ૬ થી ૭ એક કલાકનાં નિ:શુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં (મહર્ષા કરાટે એકેડમી)ના થર્ડ ડિગ્રી બ્લેક બેલ્ટ ધારક નયનભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવશે. આ કેમ્પમાં ૧૫ વર્ષથી વયુ વયના કોઈપણ યુવાનો નાત-જાતના ભેદભાવ વગર આ તાલીમમાં જોડાઈ શકે છે.

આ તકે અબતક પ્રેસની મુલાકાતે આવેલ નયનભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, યુવાનોમાં દેશ ભકિતની ભાવના પ્રજવલીત થાય અને શારીરિક રીતે સક્ષમ બને અને પોતાની સ્વરક્ષા સાથે અન્ય નાગરીકની પણ રક્ષા કરવા માટે સક્ષમ બને એ આ કેમ્પનો હેતુ છે. કેમ કે, આપણા સૌની ફરજ છે કે ખૂદની પહેલા સમાજ અને સમાજની પહેલા આપણો દેશ. આ કેમ્પ સંપૂર્ણપણે નિ:શુલ્ક ધોરણે આયોજીત કરવામાં આવ્યો છે. આ કેમ્પમાં પૂર્ણ હાજરી આપનાર અને સમગ્ર તાલીમ પુરી કરનાર તમામ યુવાનોને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.

આ કેમ્પમાં મર્યાદિત સંખ્યામાં પ્રવેશ હોવાથી ઈચ્છુક યુવાનો વહેલીતકે પોતાનું નામ નોંધાવી લ્યે એ ઈચ્છનીય છે. આ કેમ્પમાં જોડાવવા માંગતા લોકોએ બજરંગદળ રાજકોટ મહાનગર કાર્યાલય ૮-મીલપરા ખાતે પોતાનું નામ નોંધણી કરાવવું જરૂરી છે. વધુ માહિતી માટે જીલ્લાના સંયોજક વનરાજભાઈ ચાવડા મો.૯૩૨૮૬ ૮૩૮૮૩ તેમજ હર્ષદભાઈ સરવૈયા મો.નં. ૭૮૭૪૬ ૮૨૮૭૧ સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.