Abtak Media Google News

વજ્ર વર્લ્ડ રેકોર્ડ બુકમાં નોંધણી: ૨૧૦૦થી વધુ લોકો કરશે રકતદાન: આયોજકો અબતકની મુલાકાતે

સરદાર પટેલ સેવાદળ વેસ્ટઝોન (રાજકોટ) દ્વારા આગામી તા.૧૫ને રવિવારે મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના રેકોર્ડ નોંધાશે. કાર્યક્રમ અંગે આજે ‘અબતક’ને ભાવેશભાઈ કિયાડા, ચંદ્રેશભાઈ ખુંટ અને નિલેષભાઈ વડાળીયા દ્વારા વિગતો આપવામાં આવી હતી.

તેમણે કહ્યું હતુ કે વર્લ્ડ રેકોર્ડ યુએસએ ગવર્મેન્ટની બુકમાં અમે એપ્લાય કર્યું છે. તો આ કેમ્પમાં વજ્ર વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓ હાજર રહેશે કેમ્પમાં ૨૧૦૦થી વધુ લોકો રકતદાન કરશે.

આ કાર્યક્રમમાં એસપીજીનાં અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશભાઈ પટેલ, પ્રમુખ પરેશભાઈ ગજેરા અને ઉમિયાધામ ટ્રસ્ટી જેરામભાઈ પટેલની રકત તુલા કરી સન્માન કરવામાં આવશે તેમજ રાજકીય અને સામાજીક અગ્રણીઓનું સન્માન કાર્યક્રમ રાખેલ છે. આ કાર્યક્રમ સફળ બનાવવા માટે રાજકોટ જીલ્લા એસપીજી ટીમે જહેમત ઉઠાવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.