Abtak Media Google News

રાષ્ટ્રની એક્તા અને અખંડિતતાના શિલ્પી એવા સરદાર વલ્લભભાઇ પટેલને આદરપૂર્ણ શ્રધ્ધાંજલિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. સરદાર પટેલના જીવન કવન, સત્યાગ્રહો જેવા અનેક પ્રસંગો વિશેની માહિતી જન-જન સુધી પહોંચે તેવા આશયથી સરદાર પટેલની કર્મભૂમી બારડોલીથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે એક્તા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Vr1મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, જે નગરના સત્યાગ્રહ અને લગાન સામે ખેડૂતોની એક્તાએ વલ્લભભાઈ પટેલને સરદાર સાહેબનું બિરુદ અપાવ્યું તે સ્થળની મુલાકાતનું સૌભાગ્ય એ જીવનની એક સુભગ તક છે. તેમણે ઉમેર્યું કે, સરદાર સાહેબ દેશની એકતાનું પ્રતિક છે. દેશની એક્તા માટે સરદાર સાહેબની કુનેહ અને પ્રતિબદ્ધતાને કારણે જ આજે દેશ એક અને અખંડ છે.

Vr4જો સરદાર સાહેબ ના હોત તો દેશનો નકશો જ અલગ હોત. તેમ સ્પષ્ટ પણે જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી 182 મીટરની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીનું લોકાર્પણ સરદાર જ્યંતી 31 ઓકોટબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરશે તે દિવસ રાષ્ટ્રના ઇતિહાસમાં મહત્વનો અને ઐતિહાસિક બનશે.આજથી સમગ્ર ગુજરાતમાં બે તબક્કામાં 10 હજાર ગામડાઓમાં ફરશે. અને સરદાર પટેલના જીવન અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી અંગે માહિતગાર કરવામાં આવશે.

Vr8

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.