Abtak Media Google News

૨૯૪ કુવા, ૧ લાખથી વધુ વૃક્ષો તથા ભુગર્ભ ગટર યોજના થકી ગામને લીલુછમ બનાવાયું

મહારાષ્ટ્રના હિરવારે બજાર ગામના સરપંચને દુષ્કાળની પરિસ્થિતિ અને કાયમી ધોરણે પાણીની સમસ્યાઓથી સતત મહેનતથી સંપૂર્ણપણે ઉગારી લેવાની ૧૯૮૯થી શરુ થયેલી જહેમતશીલ સરપંચ પોપટભાઇ પવારે  ગામને જળસંચય જળ સંરક્ષણ ની ઝીણવટ ભરી કામગીરીથી હરિયાળી અને સુખી સંપન્ન બનાવવામાં સફળતા મેળવતાં દેશના સૌથી પ્રતિષ્ઠિત ચોથા ક્રમના નાગરીક પુરસ્કાર પદમશ્રીથી નવાજાયા હતા.

પદમશ્રી પ્રાપ્ત સરપંચ પોપટભાઇ પવારે જયારે ૧૯૬૯માં હિરવારે બજારનો સરપંચ તરીકેનો વહીવટ સંભાળ્યો ત્યારે મહારાષ્ટ્રનું આ ગામડુ દુષ્કાળની પરિસ્થિતિનો સામનો કરી રહ્યો હતું.  ખેતીમાં એક પછી એક નબળા વર્ષો, ઓછી આવક ગામમાં સંસાધનોની ખોટ અને દારુના દુષણથી ગામ આખું પિડાતું હતું. વરસાદ વિહોણા જેવા આ વિસ્તારમાં સરેરાશ વરસનું ૧પ ઇંચ વરસાદ આવતા મોટાભાગે ગામ દુષ્કાળની પરિસ્થિતિમાં જીવતું હતું.

7537D2F3 17

યુવા સરપંચ પોપટભાઇ પવારે પોતાના ગામને સુખી સંપન્ન અને વિકાસના મોડેલ ગામ બનાવવાનો સંકલ્પ કર્યો.અન્ના હજારેથી પ્રભાવિત અને તેમને આદર્શ માનનારા સરપંચ પોપટરાવ પવારે પાયે જળસંચય અને જળ સંરક્ષણની કામગીરી શરુ કરી હિરવારે બજાર ગામમાં વિવિધ યોજનાઓના અમલીકરણનું સામુહિક કામ શરુ થયું. આ અભિયાનમાં એકાદ લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું જે ગામને હરિયાળુ બનાવવા નિમિત બન્યા. ૧૯૯૦ના દાયકામાં હિરવારે બજારમાં ૯૦ જેટલા કૂવાઓથી આખા ગામની સિંચાઇ વ્યવસ્થા નિર્ભર હતી આજે ગામમાં પાણીના ૨૯૪ કુવા છલોછલ ભર્યા છે. ગામની પાણીની સમસ્યાને કાયમી ઉકેલ લાવવા પોપટરાવ પવારે ભુર્ગભ જળ રિચાર્જ કરવાનું અભિયાન ચલાવ્યું.

જેનાથી પાણીના તળ ઉંચા આવતા ગામમાં ખેતીની આવક વધવા લાગી લીલા સુકા ચારાનું ઉત્૫ાદન વધતાં ગામમા પશુ-પાલન પ્રવૃતિને પ્રોત્સાહન મળ્યું અને આપોઆપ દુધ ઉત્પાદનથી ગામ લોકોની આવક વધવા લાગી. હિરવારે બજારની કાયાપલ્ટની નોંધ લેનાર વેબસાઇડ નોટીસ બોર્ડ માં જણાવાયું છે. કે પોપટરાવે ગામમાં પોપટરાવે કડક પણે દારુબંધીનો અમલ શરુ કરાવ્યા લગ્નપૂર્વ ફરજીયાત એચ.આઇ.વી. ટેસ્ટના સામાજીક પ્રથા બનાવી અને ગામને સંપૂર્ણપણે મચ્છરમુકત વિસ્તાર સહીતની કાર્યવાહીથી હિરવારે બજાર સઁપૂર્ણ સ્વાંવલંબી  સ્વચ્છ અને હરિયાળુ ગામ બન્યું.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોએલએ સરપંચશ્રી પોપટરાવ પવારને પદમશ્રીના વિજેતા અને દેશના મહાનાયક તરીકે ઓળખ આપી હતી. પોપટરાવ પવાર અત્યારે મહારાષ્ટ્ર રાજય સરકાર નો મોડેલ વિલેજ કાર્યક્રમના મહાનિર્દેશક તરીકે ફરજ બજાવી રહ્યા છે. પોપટરાવ પવાર પર્યાવરણવાદી તુલસી ગોવડા ફિલ્મ મેકર કરણ જોહર, સામાજીક કાર્યકર હરકાલા, હજાબા જેવા ૧૧૮ પદમશ્રી પુરસ્કાર વિજેતાઓમાં સામેલ કરવામાં આવ્યો છે.કોઇપણ નાનુ હોતું નથી પુરૂષાર્થથી પ્રારબ્ધ પ્રાપ્ત થાય અને દુ:ખના દિવસો દુર થાય તે ઉકિતને પોપટરાવ પવારે અક્ષરશ સાચી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.