બાપાને ડોલરની 100 નોટનો હાર પહેરાવ્યો, લોકો માટે બન્યું અસ્થાનું કેન્દ્ર
વિઘ્નહર્તા ભગવાન ગણેશનો ગણપતિ ઉત્સવ સમગ્ર ભારત વર્ષમાં હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં અને મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટ ખાતે ઠેર ઠેર પંડાલોમાં ભગવાન ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. સર્વેશ્વર ચોકકા રાજા ગણપતિનું અનેરૂ મહત્વ છે અહીં લોકોને એ વાતની શ્રદ્ધા અને વિશ્વાસ છે કે તેમની દરેક મનોકામના દર્શન કરવા માત્રથી જ પૂર્ણ થઈ જાય છે.
ડોલરની 100 નોટની સાથે હીરાથી જડિત મુકુટ થી ભગવાન ગણપતિ સુશોભિત થયા છે. એટલું જ નહીં ભાવિક ભક્તો અને દર્શનાર્થે આવતા લોકો માટે યોગ્ય વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે અને દરરોજ તેઓને અલગ અલગ પ્રસાદ પણ આપવામાં આવતો હોય છે માત્ર ભાવિક ભક્તો માટે જ નહીં પરંતુ વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો માટે પણ એક અલગ જ વ્યવસ્થા સર્વેશ્વર ચોખા રાજા કમિટી દ્વારા ઉભી કરવામાં આવી છે. ઈશ્વર ચોખા રાજા ગણપતિ નું મહત્વ અનેરૂ છે એટલું જ નહીં તેમાં જે તેજ ઉભરીને આવે છે તે પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે દર વર્ષે કંઈક અલગ જ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે મહેલ જેવું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે.
સર્વેશ્વર ચોક કા રાજાને માનનાર લોકોની મનોકામના પૂર્ણ થાય છે: અનિલભાઈ તન્ના
સર્વેશ્વર ચોકના રાજા કમિટીના અનિલભાઈ તનનાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અહીં ભગવાન ગણપતિના દર્શને આવનાર ભક્તોને તેમની મનોકામના પૂર્ણ થતી નજરે પડે છે. અહીંના ગણપતિનો ભાવ જ અલગ છે અને તેમના માટે ડોમ નહીં પરંતુ રાજમહેલ જેવુ સ્ટ્રક્ચકર ઉભું કરવામાં આવ્યું છે. સતત 6ઠા વર્ષે ગણપતિનું આયોજન થતા એક અલગ જ લાગણી ઉભી થતી હોય છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટના વૃધોને પણ ભગવાનના દર્શનાર્થે બોલાવવામાં આવે છે. જે સર્વેશ્વર ચોક કા રાજાની મહત્વતા છે.
હીરા જડિત મુગટથી સુશોભિત છે સર્વેશ્ર્વર ચોકના ગણપતિ : અતુલભાઈ કોઠારી
સર્વેશ્વર ચોકના ગણપતિ કમિટીના અતુલભાઈ કોઠારીએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દર વર્ષે કમિટી કાંઈક અલગ કરવાજ પ્રેરિત થતું હોય છે, ત્યારે આ વર્ષે હીરા જડિત મુગટથી ગણપતિ બાપણે શુશોભીત કરવામાં આવ્યા છે. ગણપતિ બાપ્પા માંથી બહાર આવતું તેજ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર છે અને સતત એવું લાગતું હોય છે કે બાપા હાજરે હાજુર બિરાજે છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટની જે ધર્મપ્રેમી જનતા છે તે ગણપતિ બાપાના દર્શનાર્થે આવે અને પોતાની મનોકામના પૂર્ણ કરે.
ગણપતિ પરની શ્રદ્ધા અતૂટ છે જે મને સર્વેશ્વર ચોક સુધી ખેંચી લાવી : હેતલ રાવલ
ગાંધીનગરના વતની અને રાજકોટ ખાતે આવેલા હેતલબેન રાવલે જણાવ્યું હતું કે, તેઓને ગણપતિ પરની શ્રદ્ધા અતૂટ છે અને તેના કારણે તેઓ સર્વેશ્વર ચોક સુધી ખેંચાઈ આવ્યા છે. ખુબજ સારી રીતે ભગવાનને સુશોભિત કરવામાં આવ્યા છે જેનાથી તેમની દિવ્યતા નિખરી ઉઠે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ઘણા આયોજનો ગણપતિ બાપ્પાના થતા હોય છે પરંતુ રાજકોટની વાત જ અલગ છે. ખુબજ પવિત્ર વાતાવરણ ઉભું થઈ ગયું છે, એટલુંજ નહીં વ્યવસ્થા પણ ખુબજ સારી ગોઠવવામાં આવી છે.