Abtak Media Google News

અબતક, રાજકોટ

પેટ્રોલ ડિઝલના ભાવ વધારા નો પ્રશ્ન લગભગ સમગ્ર વિશ્વના તમામ દેશો માટે બળતરા કરાવનારો બની રહ્યો છે રાતદિવસ વધતા જતા પેટ્રોલ-ડીઝલના ઉપયોગની સાથે સાથે ભાવ વધારો હજુ વધુ દઝાડે તેવા વૈશ્વિક સમીકરણો રચાયા છે, સાઉદી અરબ અને યુએઈ વચ્ચે શરૂ થયેલી અહમ ની લડાઈ ક્રૂડ  બજાર હજુ વધુ ભડકે બળે એવું દેખાઈ રહ્યું છે, ઓપેક દેશો વચ્ચે ઉત્પાદન આધારિત થયેલી સધીમાં સાઉદી અને યૂએઈ સામે આવી ગયા છે સાઉદી અરબે 2022માં ઉત્પાદન વધારવાની મૂકેલી દરખાસ્તનો વિરોધ કર્યો હતો રિયાઝ નું માનવું છે કે વૈશ્વિક પરિસ્થિતિને લઇને હવે નીતિમાં બદલાવ લાવવો જરૂરી છે .

મુખ્ય તેલ ઉત્પાદક દેશો વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિને લઇને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં એક ટકાનો વધુ વધારો થયો હતો અને ગુડ બેરલનો ભાવ લઈ ને ડોલર સુધી પહોંચી ગયો હતો ભારત સહિતના દેશોમાં પેટ્રોલનો ભાવ અને પાર થઈ ગયો છે હજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ ભડકે બળે તેવું દેખાઇ રહી છે સાઉદી અરબને યુએઈ વચ્ચે ઊભી થયેલી પરિસ્થિતિને લઈને હજુ પેટ્રોલ-ડીઝલ વધુ મોંઘું બને તેવું દેખાઇ રહી છે છેલ્લા થોડા સમયમાં પેટ્રોલ નાવમાં 65 ટકા અને ડિઝલના ભાવમાં 79 ટકા જેટલોવધારો થવા પામ્યો છે હજુ આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિની પુરોગામી અસર ઇંધણમાં પડશે અને ભાવ વધુ ભડકે બળે તેવું નિષ્ણાતો માની રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.