Abtak Media Google News

અન્ય મેચમાં મહારાષ્ટ્ર મિઝોરમને તમીલનાડુએ દિલ્હીને તેમજ બેંગલની ટીમે ગોવાની ટીમને હરાવી

બીસીસઆઈ વુમન્સ સિનિયર ટી.૨૦ ટુર્નામેન્ટ ૨૦૧૯-૨૦ એલીટ ગ્રુપ ઈમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સ્ટેડિયમના ગ્રાઉન્ડ ૧માં સૌરાષ્ટ્ર તેમજ અરૂણાચલ પ્રદેશ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રનોવિજય થયો હતો. સૌરાષ્ટ્રએ ટોસ જીતીને ફિલ્ડીંગ કરવાનો ફેંસલો કર્યો હતો.

અરૂણાચલ પ્રદેશે પ્રથમ બેટીંગ કરતા ૧૯.૩ ઓવરમાં ૫૪ રનમાં ઓલ આઉટ થઈ હતી જેમાં નીલમ રાજપુતે ૨૬ રન કર્યા હતા. સૌરાષ્ટ્ર તરફથી રીના ડાભીએ ૩ વિકેટ, તેમજ જયશ્રી જાડેજાએ ૨ વિકેટ લીધી હતી. જવાબમાં ૫૫ રનનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમે માત્ર ૮.૫ ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર આસાનીથી લક્ષ્ય પાર કરી લીધો હતો. સૌરાષ્ટ્ર તરફથી રિધ્ધી રાજ ૨૫ બોલમાં ૩૯ રન કર્યા હતા.

જયારે ગ્રાઉન્ડ બે માં ૨ મહારાષ્ટ્ર અને મીઝોરમ વચ્ચેની મેચમાં મહારાષ્ટ્રનો ૭૫ રને વિજય થયો હતો ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા મહારાષ્ટ્રની ટીમે ૨૦ ઓવરમા એક વિકેટના નુકશાન પર ૧૬૬ રન બનાવ્યા હતા. મહારાષ્ટ્ર તરફથી સીવાલી શીન્દેએ ૬૧ બોલમાં સદી ફટકારી હતી. ૨ ચોગ્ગા અને ૨ સીકસ સાથે ૧૦૦ રન કર્યા હતા. જયારે મુકતા મગરાએ ૪૨ બોલમાં ૪૨ રન કર્યા હતા. જવાબમાં ૧૬૭ રનનો પીછો કરવા ઉતરેલી મીઝોરમની ટીમે ૨૦ ઓવરમાં માત્ર ૯૧ રન જ બનાવી શકી હતી.

ગ્રાઉન્ડ ૧ના અન્ય એક મેચ તમીલનાડુ અને દિલ્હી વચ્ચે રમાયો હતો. જેમાં તમીલનાડુનો ૮ વિકેટે વિજય થયો હતો. દિલ્હીની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ૮ વિકેટના નુકશાન પર ૮૮ રન કર્યા હતા. દિલ્હી તરફથી નેહા ચિલારે ૨૦ રન કર્યા હતા. તમીલનાડુ તરફથી કે બાલાક્રિશ્ર્નને ૩ વિકેટ તેમજ નેથરા અયરે ૨ વિકેટ લીધી હતી ૮૯ રનનો પીછો કરવા ઉતરેલી તમીલનાડુની ટીમ ૨ વિકેટના નુકશાન પર લક્ષ હાંસલ કર્યા હતા. તમીલનાડુ તરફથી એચ દયાલનએ ૪૩ તેમજ એન નાગરાજને ૩૬ રન કર્યા હતા.

ગ્રાઉન્ડ ૨માં રમાયેલ ગોવા અને બેગંલ વચ્ચેની મેચમાં બેંગલની ટીમ ૪ વિકેટથી વિજેતા થઈ હતી ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતા ૧૦૨ રન કર્યા હતા.જેમાં સરેયા પરાખે ૫૮ રન કર્યા હતા. જવાબમાં બેંગોલની ટીમે ૧૮.૩ ઓવરમાં ૬ વિકેટના નુકશાન પર ૧૦૩ રનનો લક્ષ પ્રાપ્ત કરી વિજેતા બની હતી બેંગલ તરફથી અન્તરા જાનાએ ૨૫, રૂમેલી ધારાએ ૨૧રન કર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.