Abtak Media Google News

“Information to Knowledge, and Knowledge to Wisdom! આ જ એક એવી બાબત છે, જે માણસને પશુથી અલગ કરે છે…” :પૂ. જ્ઞાનવત્સલસ્વામી

“જ્ઞાનથી વધારે અગત્યની બીજી કોઇ દૌલત જ નથી!” :જય વસાવડા

“પુસ્તકોનું વાંચન માણસનાં વ્યક્તિત્વને પ્રભાવશાળી બનાવે છે!” : પૂ. જ્ઞાનવત્સલ સ્વામી

“પુસ્તક ઇઝ અ ફ્રી ઇમેજિનેશન ટ્રિપ!” :જય વસાવડા

તારીખ ૧૨ ફેબ્રુઆરી (મંગળવાર)નાં રોજ સાંજે ૭ વાગ્યે યોજાયેલ તરવરાટ સાહિત્ય સંધ્યામાં સંત-સાહિત્યકાર પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામી અને જય વસાવડાએ આજની નવી પેઢી પણ વધુ ને વધુ પુસ્તકો વાંચતી થાય એ માટે પ્રેરણા આપી.

Advertisement

Dsc 0519 1

તારીખ ૯ થી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન રાજકોટનાં રેસકોર્ષ ગ્રાઉન્ડમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સંયુક્ત ઉપક્રમે યોજાયેલા સૌરાષ્ટ્રબુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં ગતકાલ સાંજે ૭ થી રાત્રે ૯ દરમિયાન તરવરાટ સાહિત્ય સંધ્યા કાર્યક્રમ હેઠળ પૂ. જ્ઞાનવત્સલસ્વામી અને જય વસાવડાનું વક્તવ્યયોજવામાં આવ્યું હતું. જેમાં તેમણે યુવાનોને વાંચન તરફ દિશાસૂચન કરતી બાબતો જણાવી હતી. પુસ્તકો કેવી રીતે જીવનમાં ઉપયોગી થઈ શકે એ ઉપરાંત કેટલાકમહત્વનાં નિર્ણયો લેવામાં તેની ભૂમિકા કેટલે અંશે મહત્વની છે એ વિષય પર બંને વક્તાઓએ શ્રોતામિત્રો સાથે સંવાદ સાધ્યો હતો.

માણસનાં મન માટે વાંચનની ભૂખ સંતોષવી કેટલી જરૂરી છે એ વિશે જણાવતાં જયભાઈએ કહ્યું હતું કે, હ્રદયનાં અલગ-અલગ આવેગોની માફક મગજનાં પણ ભિન્ન-ભિન્ન આવેગો છે. તેનું શમન થવું આવશ્યક છે. દુનિયાની દરેક કથા રહસ્ય કથા જ છે. માણસ જેટલું વધારે વાંચન કરશે એટલો એનો ઘડો વધારે ભરાશે. કમ્યુનિકેશનઇઝ ધ કી ફોર ટ્વેન્ટી-ફર્સ્ટ સેન્ચ્યુરી, પરંતુ પુસ્તકો વગર કમ્યુનિકેશન શીખી જ ન શકાય! આજનાં યુગમાં દરેકને પસંદગી કરી શકવાની સ્વતંત્રતા જોઇએ છે, પરંતુ સૌથીમોટી સ્વતંત્રતા તો ભૂલ કરવાની છે.

Dsc 9831 1

વાંચનની શરૂઆત અંગે વાત કરતાં જયભાઈ જણાવ્યુ હતું કે, પુસ્તકોની સફર થકી જ ડિઝનીલેન્ડ, ઇઝરાયેલ, ઇજિપ્ત વગેરે દેશો ફરવા મળ્યા. કલ્પનનાં વિશ્વમાં તદ્દનનિઃશુલ્ક આંટો મરાવી શકે એ છે એક પુસ્તકની તાકાત! સમગ્ર કાર્યક્રમનું સંચાલનમેહુલ દવેએ કર્યુ હતું. પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ પણ પોતાનાં વક્તવ્યમાં અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિભાઓની વાંચનની ટેવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, અગર એપલ ફાઉન્ડર સ્ટીવ જોબ્સ પાસે પણ આખા દિવસમાં ૪૦-૪૫ મિનિટ પુસ્તકો માટેહોય તો આપણી પાસે ન હોય એવું ક્યાંથી બને? ઇન્ફર્મેશન ટુ નોલેજ એન્ડ નોલેજ ટુ વિઝડમ. આ એવી બાબત છે, જે મનુષ્યને પશુથી અલગ કરે છે. વાંચન, વિચારઅને વર્તનનો સમન્વય માણસને વિશિષ્ટ બનાવે છે. આજની ટચ સ્ક્રીન જનરેશન પાસે પુસ્તકો વિશે વિચારવાનો પણ સમય નથી. ધીરજ નામનો શબ્દ નવી પેઢીનાંમગજમાંથી કાઢી નાંખવામાં આવ્યો છે. જ્યાં સુધી વ્યક્તિ પોતાનાં જીવનમાં ઓછામાં ઓછા ૨૦૦-૩૦૦ પુસ્તકો વાંચી ન લે ત્યાં સુધી તેની વિચારશક્તિ ખીલવાને કોઇઅવકાશ જ નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.