Abtak Media Google News

રાજ્ય સરકાર દ્વારા મહેસુલી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળીની ભેટ

રાજ્યના 13 મામલતદારોને ડે.કલેકટર તરીકે તેમજ 118 ના.મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન અપાયા, તમામ જિલ્લાના 155 મામલતદારોની બદલીના હુકમો કરાયા

રાજ્ય સરકાર દ્વારા મહેસુલી કર્મચારીઓ અને અધિકારીઓને દિવાળીની ભેટ આપવામાં આવી છે. જેમાં રાજ્યના 13 મામલતદારોને ડે.કલેકટર તરીકે તેમજ 118 ના.મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. આ પ્રમોશનમાં સૌરાષ્ટ્ર-કચ્છના બે મામલતદાર અને  62 ના.મામલતદારનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત રાજ્યના કુલ 155 મામલતદારોની બદલીના હુકમો પણ કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 44 મામલતદારોનો સમાવેશ થાય છે.

સૌરાષ્ટ્રમાં ફરજ બજાવતા બે મામલતદારને ડે.કલેકટરના પ્રમોશન અપાયા છે. જેમાં બોટાદ જિલ્લાના ગઢડાના મામલતદાર એમ.એ.ઝાલાને મોરબી નાયબ કલેકટર તરીકે તેમજ દેવભુમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર મામલતદાર આઈ.આર.પરમારને આણંદ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના 62 ના.મામલતદારોને મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં સુરેન્દ્રનગરના શંકર ભુસડીયા, રણછોડભાઈ ચૌહાણ, આદમભાઈ પીપરવાડીયા, જયેશકુમાર દવે, રાજકોટના ચુનીલાલ ચોવટીયા, વિનોદરાય ધાનાણી, શૈલેષ હાસલીયા, હરસુખલાલ પરસાણીયા, રાણાભાઈ લાવડીયા, બળવંત પંડ્યા, ભાવનગરના મોહનભાઈ જોળીયા, માનસી વહોનીયા, ભરતસિંહ પણદા, જીવણભાઈ ચૌધરી, આસીફ ઈકબાલ કુરેશી, દેવશી ફંટાણીયા, જીતેશભાઈ જોશી, દુર્લભજીભાઈ પાલ, કેતનકુમાર મહેતા, ઉષાબેન વાઘેલા,

પ્રવિણકુમાર ભટ્ટ, બોટાદ જિલ્લાના ઘનશ્યામસિંહ રાઠોડ, મહેન્દ્રકુમાર સોલંકી, ગીર સોમનાથના અમૃતલાલ પ્રજાપતિ, જૂનાગઢના રવિન્દ્રકુમાર સોમેશ્ર્વર, અમૃતલાલ અંટાળા, જેઠાભાઈ સાંબડા, કિશોરભાઈ સાંગાણી, અનિલાબેન વ્યાસ, નારાયણ અસારી, દેસુ ગીડા, ફાલ્ગુની પુરોહિત, દેવાયત શીયાળા, અરજણ બેરીયા, જયેશકુમાર અનાડા અને નરેન્દ્રકુમાર જોષી, કચ્છના મહેન્દ્રકુમાર પટેલ, નીતિન પાલ, મીનાક્ષી રાઠી, નાનજી ભાટી, યશોધર જોષી, દશરથસિંહ જાડેજા, ભરતકુમાર કંદોઈ, મેહુલકુમાર ડાભાણી, મહેશકુમાર કટીરા, અનિલ ત્રિવેદી, દયારામ પરમાર, જોગશી દરબાર, વશરામ દેસાઈ, જામનગરના શોભનાબેન ફળદુ, બલવંતસિંહ રેવર, દક્ષાબેન જગડ, મહેન્દ્ર સુચક, દક્ષાબેન રીડાણી, મહેશકુમાર દવે, ગુમાનસિંહ જાડેજા, ભુદરકુમાર સવસાણી, પ્રકાશ મહેતા, પોરબંદર જિલ્લાના રામભાઈ મારૂ, ખીમાભાઈ મારૂ, અમરેલી જિલ્લાના દિલીપકુમાર પંડ્યા, પ્રમોદકુમાર પરમારને બઢતી આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 44 મામલતદારોને બદલી કરવામાં આવી છે. જેમાં રાપરના એચ.જી.પ્રજાપતિ, રાજકોટના વી.એન.ભગોરા, ગીર સોમનાથના એચ.આર.કોરડીયા, રાજકોટના સી.એમ.દંગી, ધારીના પી.કે.ઝાલા, જેસરના કે.ટી.પંડ્યા, વેરાવળના એચ.કે.ચાંદીગરા, ચોટીલાના પી.એલ.ગોઠી, લખપતના એ.એન.સોલંકી, રાજકોટના એચ.સી.તન્ના, મોરબીના સી.બી.નીનામા, કેશોદના પી.એમ.અટારા, લોધીકાના કે.કે.રાણાવસીયા, સાવરકુંડલાના એમ.ડી.દેસાઈ, બાબરાના ધર્મેશ બગસરીયા,

જોધપુરના ધર્મેશ કાછડ, જામનગરના કમલેશ કરમટા, ગાંધીધામના ચિરાગ હિરવાણીયા, અમરેલીના આરજુ ગજ્જર, ભાવનગરના હેતલ મકવાણા, જયમીન કાકડીયા, ધવલકુમાર રવિયા, દેવભૂમિ દ્વારકાના કેતન વાઘેલા, જામનગરના અક્ષર વ્યાસ, જૂનાગઢના ચિરાગ વાડોદરીયા, કચ્છના ચંદ્રવિજય પ્રજાપતિ, રાહુલકુમાર ખાભરા, રાજકોટના વિરલકુમારી માકડીયા, જાનકી પટેલ, આર.જી.ઝાલા, શૈલેષ દેસાઈ, સુરેન્દ્રનગરના સુહાની આર.કેલૈયા, અમરેલીના એચ.જે.ગોહિલ, ભાવનગરના એચ.એમ.જાસપરીયા, બોટાદના પી.કે.મોઢવાડીયા, જામનગરના જે.ડી.જાડેજા, પી.એસ.ભુરીયા, જૂનાગઢના ટી.બી.ત્રિવેદી, કચ્છના સી.આર.નીમાવત, રાજકોટના યુ.વી.કાનાણી, જે.એન.મહેતા, સુરેન્દ્રનગરના એ.એન.શર્માની બદલી કરવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના 6 નાયબ મામલતદારોને પ્રમોશન

રાજકોટ જિલ્લાના 6 ના.મામલતદારોને મામલતદારના પ્રમોશન આપવામાં આવ્યા છે. જેમાં ચુનીલાલ ચોવટીયાને જિલ્લાના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં, વિનોદરાય ધાનાણીને સુત્રાપાડામાં, શૈલેષ હાસલીયાને જામનગર ચૂંટણી શાખામાં, હરસુખલાલ પરસાણીયાને મોરબી ચૂંટણી શાખામાં, રાણાભાઈ લાવડીયાને થાનગઢમાં, બલવંત જે.પંડ્યાને અમદાવાદ કલેકટર ચીટનીશમાં મુકવામાં આવ્યા છે.

રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 9 સહિત જિલ્લાના કુલ 10 મામલતદારોની બદલી

રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 9 સહિત જિલ્લાના કુલ 10 મામલતદારોની બદલીના હુકમો કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ શહેરમાં ફરજ બજાવતા 9 મામલતદારોમાં પશ્ર્ચિમ મામલતદાર વી.એમ.ભગોરાને અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળમાં, દક્ષિણ મામલતદાર સી.એમ.દંગીને આઈઓઆરએ ગાંધીનગર, બિનખેતીના એચ.સી.તન્નાને જામનગર પીઆરઓ, હક્કપત્રકના વિરલકુમારી માકડીયાને લીલીયામાં, રૂડાના જાનકી પટેલને રાજકોટ પશ્ર્ચિમ મામલતદાર, અધિક ચીટનીશ આર.જી.ઝાલાને ભાવનગર ગ્રામ્યમાં, ચૂંટણીના શૈલેષભાઈ દેસાઈને ચોટીલામાં, ડિઝાસ્ટરના યુ.વી.કાનાણીને ગીર ગઢડામાં, પ્રોટોકલના જે.એન.મહેતાને જાફરાબાદમાં મુકવામાં આવ્યા છે. તેમજ લોધીકા મામલતદાર કે.કે.રાણાવસીયાને સરસ્વતી મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.