Abtak Media Google News

Table of Contents

કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસ મંત્રી જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ, ગુજરાતના ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં તમિલ ભગિનીઓ સાથે વાર્તાલાપ કર્યો

 

Advertisement

સૌરાષ્ટ્ર તમિલ સંગમમ અંતર્ગત આજે ખાસ તમિલ ભગિનીઓ સાથે નેતાઓનો પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.  તમિલનાડુથી આવેલ 282  સૌરાષ્ટ્ર તમિલ ભગિનીઓ સાથે કેન્દ્રીય પ્રવાસન સાંસ્કૃતિક વિકાસના મંત્રી   જી.કિશન રેડ્ડી, કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી  દર્શનાબેન જરદોશ અને ગુજરાત રાજ્યના ઉદ્યોગ તેમજ કુટીર ઉદ્યોગ મંત્રી   બળવંતસિંહ રાજપૂત દ્રારા વાર્તાલાપનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમા કેન્દ્રીય પ્રવાસન મંત્રી   જી. કિશન રેડ્ડીએ ભારત સરકાર, ગુજરાત સરકાર અને સૌરાષ્ટ્રની જનતાવતી તમિલ બાંધવોનું સ્વાગત કર્યુ હતું. તેમણે જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ સૌરાષ્ટ્ર અને તમિલનાડુ વચ્ચેની શિવભકિતનો અનોખો સંગમ છે. સૌરાષ્ટ્રમાં સોમનાથ અને તમિલનાડુના રામેશ્વવરમ સાથે સદીઓ જૂની પરંપરા, સંસ્કૃતિ, કલા, સાહિત્ય, હસ્તકલાનો પણ આ સંગમ છે. આપણી સૌની ભાષા ભલે જુદી છે પરંતુ આ કાર્યક્રમ વિવિધતામાં એકતાનો સંદેશ છે. સૌરાષ્ટ્ર તમિલ સંગમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના, એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાનની કલ્પનાનો અનોખો સંગમ છે.  તેમણે ઉમેર્યુ કે, માધવપુરના મેળા દ્વારા ઉત્તર-પૂર્વના રાજ્યો સાથે સૌરાષ્ટ્રનો સંગમ હોય કે પછી કાશિ તમિલ સંગમ, કાશ્મીર તમિલ સંગમ, સૌરાષ્ટ્ર તમિલ સંગમ જેવા કાર્યક્રમો દ્વારા અમૃતકાળમાં વડાપ્રધાન   નરેન્દ્રભાઈ મોદી દેશની એકતાને દેશની વિભિન્ન સંસ્કૃતિકના એકીકરણનો સંદેશો આપી રહ્યા છે. કેન્દ્રીય મંત્રીશ્રીએ પોતાના ગુજરાત સાથેના ચાલીસ વર્ષ જૂના સંબંધો અને આતિથ્યને પણ વાગોળ્યું હતું.પરિસંવાદ કાર્યક્રમમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્ય મંત્રી  દર્શનાબેન જરદોશે સૌરાષ્ટ્રીયન તમિલ ભગિનીઓને આવકારી હર્ષ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હાલ આઝાદીનો અમૃતકાળ ચાલુ છે ત્યારે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદી દ્વારા આઝાદીના 100 વર્ષે આપણું ભારત ફરી સર્વ શ્રેષ્ઠ બને તેના માટે વિવિધ વિભાગોમાં નવતર પ્રયોગો સાથે કામ કરવામાં આવી રહ્યું છે.

પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીએ સર્વશ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સાંસ્કૃતિક વિરાસતને સાચવવા અને નાગરિક તરીકે સંપૂર્ણ જવાબદારી નિભાવવાની બે બાબતો પર ભાર મૂક્યો છે.

મંત્રીએ હેન્ડલુમ, હેન્ડીક્રાફ્ટ અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓની ભાગીદારી વિશે જણાવી કહ્યું હતું કે, અનેક  વિવિંગ સેન્ટર અને હેન્ડીક્રાફ્ટમાં મહિલાઓનું ઉત્કૃષ્ટ પ્રદાન રહ્યું છે. માત્ર 40 દિવસમાં 400 કરોડથી વધુની નિકાસ સાથે  હેન્ડલુમ -ટેક્સટાઇલમાં ભારતનો નિકાસ દર ખૂબ જ ઊંચો છે. ત્યારે સરકાર દ્વારા વિવિધ સ્કીમ અંતર્ગત દરેક વિસ્તારની ખાસ બનાવટોને જીઆઇટેગ દ્વારા સંરક્ષિત કરવામાં આવી છે. તામિલનાડુની કાંજીવરમ સાડીને પણ જી-આઇ દ્રારા સુરક્ષિત કરી સરકાર દ્વારા જી.આઇ ટેક થકી અન્ય દેશોના વ્યાપારમાં સ્થાનિક વસ્તુઓની ભાગીદારી વધારવામાં આવી છે. મહિલાઓના કલ્યાણની સ્કીમ અંતર્ગત અનેક હાથ વણાટકારોની આ ડબલ એન્જિન સરકારના સમયમાં પ્રગતિ થઈ છે. રેલવે રાજ્યમંત્રી એ આઈ.આર.સી.ટી.સી.ના માધ્યમથી પ્રવાસીઓને સ્ટેશન અને ટ્રેનના વિકાસથી મળતી સુવિધાઓ વિષે જણાવી માહિતી આપી હતી કે, ભારતમાં 750 સ્ટેશન પર હેન્ડલુમ-હેન્ડીક્રાફ્ટના સ્ટોલ કાર્યરત છે જેમાં ચેન્નાઈ સ્ટેશન પરથી સૌથી વધુ વેચાણ સાડીનું થાય છે.

આ કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ ભાઈ રાજપૂતે તમિલ બાંધવોને સંબોધતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીજીની સંકલ્પનાથી આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે સદીઓ બાદ બે પુરાતન સંસ્કૃતિઓના સંબંધોનું મિલન થયું છે. આ કાર્યક્રમ માટે તમિલનાડુમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના આઠ મંત્રીશ્રીઓએ તમિલનાડુમાં જઈને બાંધવોને આમંત્રણ પાઠવ્યું હતું. ગઈકાલે રાજકોટમાં તમિલનાડુના વેપાર જગતા અને હસ્તકલા જગતાના પ્રતિનિધિઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. તેમને ઉદ્યોગો સહિતની સબ્સિડીના મુદ્દે કેવી રીતે જોડી શકાય તેના વિશે પ્રયાસ કરવામાં આવશે. આ કાર્યક્રમથી ગુજરાત અને તમિલનાડુ વચ્ચેના સંબંધો મજબૂત થશે. તમિલ ભવનનું નિર્માણ, રલેવેની કનેક્ટિવિટી, કાપડ ઉદ્યોગ માટે સબ્સિડી, હીરા ઉદ્યોગ, કૌશલ વિકાસ સહિતના મુદ્દે તમિલનાડુનાં પ્રતિનિધિઓ સાથે સકારાત્મક ચર્ચા થઈ છે.

કાર્યક્રમમાં નેતાઓ અને લોકો વચ્ચે ઓપન સેશન યોજવામાં આવ્યું હતું તેમજ સૌરાષ્ટ્ર તમિલ સમુદાય દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ   ગીરીશભાઈ ભીમાણીએ તમિલ ભાષામાં સૌનું અભિવાદન કરી સર્વે મંત્રીઓનો પરિચય આપ્યો હતો.

આ તકે પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા, સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબેન વાજા,   સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર  લલિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો

Img 20230421 Wa0074

સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ અન્વયે પ્રભાસતિર્થની ભૂમિ પર પધારેલા  તમિલનાડુ રાજ્યપાલ  આર. એન.રવિએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો.સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સંબોધન કરતા રાજ્યપાલએ જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર અને પ્રભાસતિર્થની આ પવિત્ર ભૂમિ ભારતને સદીઓથી માર્ગદર્શિત કરતી આવી છે. મહત્વના તીર્થ સ્થાનોમાં સૌરાષ્ટ્રના દ્વારકા અને તમિલના કાંચીનો સમાવેશ થાય છે. સદીઓથી ચાલી આવતી સનાતન સંસ્કૃતિ આજે પણ આપણા સમાજના લોકોએ જીવંત રાખી છે. આપણો સમાજ વર્ષો સુધી એક હતો અને હવે ફરી આ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થકી એક બની રહ્યો છીએ.  આપણું સૌભાગ્ય છે આપણને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ મળ્યું છે કે દેશના દરેક લોકોની લાગણીને સમજે છે. ભારતની તાકાત એ ભારતની એકતા છે. વર્ષો પહેલાં અહીંના લોકો તમિલ ગયા ત્યારે તમિલ લોકોએ તેમને હરખથી સ્વીકારી લીધા. અહીંના લોકો પણ ત્યાં દૂધમાં સાકારની જેમ ભળી ગયા અને સંસ્કૃતિ, ભાષા, વેશભૂષા સહિત બધું સ્વાકારી લીધું. સમાજને સાથે લઈ ચાલવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈનું વલણ છે.  ભારતે વિશ્વમાં એક આગવી ઓળખ ઉભી કરી છે,  જી.20 એ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આજે તમામ સમસ્યાઓના નિવારણ  માટે વિશ્વને ભારતની આશા છે. વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે આજે ભારત જ સંપન્ન અને સંપૂર્ણ રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે. આ તકે, ગુજરાત અને તમિલના કલાકારો દ્વારા વિવિધ સાંકૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ થીમ સોંગ પર બન્ને સંસ્કૃતિઓનું સંગમ કરી ખૂબ મનમોહક કૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી.આ પ્રસંગે રાજ્યપાલ  સાથે લેડી ગવર્નર , કલ્ચર અને પ્રવાસન કેન્દ્રીયમંત્રી જી.કિશન રેડ્ડી, રેલવે અને કાપડ કેન્દ્રીય રાજ્યમંત્રી  દર્શનાબેન જરદોશ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક  જગદીશ મકવાણા, કોડીનાર ધારાસભ્ય  ડો. પ્રદ્યુમન વાજા, સોમનાથ વેરાવળ જિલ્લા પંચાયત પ્રમુખ  રામીબને વાજા, જિલ્લા પદાધિકારી/ અધિકારીઓ તથા અગ્રણીઓ અને સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો ઉપસ્થિત રહ્યા હતા.

 

તમિલનાડુના રાજ્યપાલ આર.એન.રવિએ સોરઠની શૌર્યાવંતી ભૂમિ પર સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોને સત્કાર્યા

Img 20230421 Wa0053

વેરાવળ રેલવે સ્ટેશન મદુરાઈથી આવેલા 300 જેટલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારોનું આગમન થયું હતું. સોરઠની શૌર્યવંતી ધરા પર  પધારેલા તમિલ પરિવારોનો તમિલનાડુ રાજ્યપાલ  આર.એન. રવિ તથા સાંસ્કૃતિક અને પ્રવાસન કેન્દ્રીયમંત્રી  જી.કિશન રેડ્ડી, રેલવે અને કાપડ કેન્દ્રીય રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ,  ઉદ્યોગ, લઘુ, સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન, શ્રમ કૌશલ્ય વિકાસ અને રાજ્યમંત્રી બલવંતસિંહ રાજપૂત અને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને પર્યાવરણ રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાએ હરખથી આદર સત્કાર કર્યો હતો. આજે પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ લોકોમાં મહિલા શક્તિનું પ્રભુત્વ જોવા મળ્યું હતું. રેલવે સ્ટેશન પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલોમાં મહદઅંશે મહિલાઓ હતી. આ પ્રસંગે મહેમાનોને સત્કારવા માટે રેલવે સ્ટેશન ખાતે મંત્રીઓ સાથે કોડિનાર ધારાસભ્ય, જિલ્લા પદાધિકારી/અધિકારીઓ, અગ્રણીઓ તથા વિવિધ એન.જી.ઓ. અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

જી.કિશન રેડ્ડી અને બળવંતસિંહ રાજપુતે સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવ્યું

Img 20230421 Wa0075

કેન્દ્રીય પ્રવાસન મંત્રી  જી.કિશન રેડ્ડી, રાજ્યના કૃષિમંત્રી રાઘવજી ભાઈ પટેલ, ઉદ્યોગમંત્રી  બળવંતસિંહ ભાઈ રાજપૂતે શુક્રવારે સવારે સોમનાથ મહાદેવના દર્શન કરી દેવાધિદેવ મહાદેવની પૂજા વિધિ કરી હતી. મંત્રી  સર્વેઓએ સોમનાથ દાદાના ચરણોમાં શીશ નમાવી અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચારની સાથે પૂજા વિધિ કરી હતી.સૌરાષ્ટ્ર તમિલ સંગમમા પધારેલા સર્વે મંત્રી  ઓને સોમનાથ ટ્રસ્ટના સચિવ   યોગેન્દ્રભાઈ દેસાઈએ સોમનાથ ટ્રસ્ટ વતી સ્મૃતિ ચિન્હ અર્પણ કર્યું હતું. આ પ્રસંગે ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ ભાઈ રાજપૂતે  સોમનાથ મહાદેવની પ્રાત: કાળે આરતીનો લાભ પણ મેળવ્યો હતો તેમજ મહાદેવના સાન્નિધ્ય સમિપે રહેલા દરિયાના દર્શન કર્યા હતાં. આ પ્રસંગે વિવિધ વિભાગના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના અધિકારીઓઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

 

માતૃભૂમિ સાથે મેળાપ કરાવવા બદલ પ્રધાનમંત્રીનો આભાર માનતા મદુરાઈના કે.વી.મહાલક્ષ્મી

Img 20230421 Wa0076

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સૌરાષ્ટ્ર તમિલ સંગમમ કાર્યક્રમ દ્વારા મૂળ સૌરાષ્ટ્રના તમિલ બાંધવો અને ભગિનીઓનું સોમનાથ ખાતે પુન:મિલન થઈ રહ્યું છે ત્યારે આજરોજ મદુરાઈ થી સોમનાથ આવેલા કે.વી.મહાલક્ષ્મીએ અત્યંત હર્ષની લાગણી વ્યક્ત કરી કહ્યું હતું કે, અમારા પૂર્વજ અહીંયા હતા, અમે સપનામાં પણ વિચાર્યું ન હતું કે અમે અહીં આવી શકીશું…ત્યારે આજે અમારા પૂર્વજોની ભૂમિ અમારી માતૃભૂમિ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કારણે જ અમે મળી શક્યા છીએ.પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આ ઉત્તમ વિચારથી અમને અહીં આવવાની તક મળી છે જે માટે પ્રધાનમંત્રી  નરેન્દ્રભાઈ મોદીની હું હંમેશા આભારી રહીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.