Abtak Media Google News

સંભવિત સાયક્લોનને લઈ ઠેર-ઠેર એનડીઆરએફની ટીમ તૈનાત: હવામાન વિભાગની આગાહીથી ખેડૂતો ચિંતામાં

આ વર્ષે વરસાદ ખમૈયા કરવાના મુળમાં જરા પણની લાગતું. એકબાજુ વરસાદની સીઝન લાંબી ખેંચાઈ હતી અને સીઝનના કુલ વરસાદ કરતા વરસાદનું પ્રમાણ વધી ગયું હતું. હજુ એકવાર હવામાન વિભાગે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરી અને સલાયા, વાડીનાર બંદરો તેમજ રૂપેણ, ભોગાત બંદરો પર માછીમારોને દરિયોન ખેડવા સુચના અપાઈ છે.

હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું છે. આ ડિપ-ડિપ્રેશન ચક્રાવતમાં તબદીલ થઈ શકે છે જેને લઈ દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગામી પાંચ દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ડિપ-ડિપ્રેશની વાવાઝોડાની શકયતાને જોતા હવામાન વિભાગ દ્વારા સલાયા, વાડીનાર, ભોગાત સહિતના બંદરો પર એલર્ટ આપવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા માટે સલાહ આપવામાં આવી છે.

અરબી સમુદ્રમાં સર્જાયેલું એક લો-પ્રેસર ડિપ્રેશનમાં તબદીલ થયા બાદ હવે આગામી ૪૮ કલાકમાં ભારે વાવાઝોડુ આવે તેવી શકયતા વર્તાઈ રહી છે. આ સાયકલોનિક સકર્યુલેશન પૂર્વ ઉત્તરીય દિશામાં આગળ વધશે અને ત્યારબાદ પશ્ર્ચિમ ઉત્તરમાં આગળ વધવાની શકયતા છે. વરસાદને કારણે અમરેલી, ભાવનગર, પોરબંદર સહિતના જિલ્લામાં ખેડૂતોના પાકને નુકશાન યું હોવાનું જાણવા મળ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ ખેડૂતોની સમસ્યા વધે તેવી ભીતિ વ્યકત કરવામાં આવી છે.

સૌરાષ્ટ્રભરમાં દિવાળી સુધી ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. જેને લઈને ઠેર-ઠેર દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફટની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.