Abtak Media Google News

સેનેટ ચૂંટણીમાં ડો.નિદત બારોટ, ડો.દક્ષ ત્રિવેદી અને ડો. રાહુલ મહેતા બિનહરીફ: આચાર્યની બે શીટ પર જેતલસરની હાઈસ્કૂલના આચાર્ય નયન વીરડા અને રાજકોટની શેઠ  હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તુષાર પંડ્યાની જીત

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણીમાં દાતાની બેઠક માટે એક સમયે ખુબ જ રસપ્રદ લાગતો જંગ બે ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ચૂંટણી બિનહરીફ થઇ ગઈ છે. દાતાની સીટ ઉપર પૂર્વ શિક્ષણમંત્રીના પુત્ર ડો.દક્ષ ત્રિવેદી, સહકારી અગ્રણીના પુત્ર ડો.રાહુલ મહેતા અને કોંગ્રેસના આગેવાન ડો. નિદત બારોટ બિનહરીફ થયા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીએ કલેવર બદલ્યો છે અને જુના જોગીઓ ઘર ભેગા થયા છે અને નવા ચહેરા યુનિવર્સીટીનું સુકાન સંભાળશે.

હજુ તો અન્ય 45 શીટ પર સેનેટની ચૂંટણી થવાની હોય એટલે પરિસ્થિતિ જોતા કહી શકાય કે, જુના જોગીઓનો અંત અને અન્ય ઘણા નવા ચેહરાઓ સુકાન સંભાળવાના છે. એક સમયે લડી લેવાના મૂડમાં હોવાનો દેખાવ કરનાર ડો. કલાધર આર્ય, ડો. નેહલ શુક્લ અને ડો. હરદેવસિંહ જાડેજાએ હથિયાર હેઠા મૂકી દઈ ફોર્મ પરત ખેંચી લેતા દાતાની ત્રણેય સીટ બિનહરીફ થઇ છે. જ્યારે માધ્યમિક શાળાના આચાર્યની બે બેઠક ઉપર ચાર ઉમેદવારો વચ્ચે 22મીએ ચૂંટણી થઇ હતી જેની મતગણતરી 23મીને રવિવારે કરવામાં આવી હતી જેમાં જેતલસરની હાઈસ્કૂલના આચાર્ય નયન વીરડા અને રાજકોટની શેઠ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ તુષાર પંડ્યાની જીત થઇ છે.

છેલ્લા ઘણા સમયથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી વિવાદ પૂરું થવાનું નામ લેતી જ નથી ત્યારે હવે ધીમે ધીમે નવા ચહેરાઓ યુનિવર્સીટીમાં જોવા મળશે તો આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સીટી ફરી પેહલાની જેમ પોતાની શાખ પ્રાપ્ત કરી શકશે .

આચાર્યની બે શીટ પર બરાબરનો જંગ જામ્યો

આચાર્યની બે સીટમાં ચાર ઉમેદવાર જેતલસરના નયન વીરડા, રાજકોટના સંજય પંડ્યા અને તુષાર પંડ્યા, જામનગરના મેઘના શેઠ એમ ચાર ઉમેદવારના ફોર્મ માન્ય રહેતા અને કોઈએ ફોર્મ પરત નહીં ખેંચતા આ ચારેય વચ્ચે તારીખ 22 જુલાઈએ ચૂંટણી થઇ હતી.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની માધ્યમિક શાળાના આચાર્યની બે બેઠકની 23મીએ કરવામાં આવેલી મતગણતરીમાં જેતલસરના નયન વીરડાને 110 મત મળ્યા હતા જ્યારે જામનગરના મેઘલ શેઠને 48, રાજકોટના તુષાર પંડ્યાને 46 અને સંજય પંડ્યાને 29 મત મળ્યા હતા. રાજકોટ, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, અમરેલી જિલ્લામાં મતદાન થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.