Abtak Media Google News

અઘ્યાપકની ચેમ્બરમાં પારદર્શક કાચ નાખશે: હેડની એન્ટી ચેમ્બરનો ઉપયોગ બંધ : અધ્યાપકોની ચેમ્બરમાં સી.સી.ટી.વી. કેમેરા ફિટ કરાશે

પ્રોફેસર પંચાલની ગાઈડશીપ કાયમી રદ: પીડિતા વિધાર્થિનીને અન્ય ગાઈડ ફાડવાશે

આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે સિન્ડિકેટ સભ્યોની બેઠક મળી હતી જેમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત ગાઇડ પ્રો.પંચાલની આજીવન ગાઈડશીપ રદ કરવામાં આવી છે તેમજ પીડિતા સહિત નીચે અન્ય પી.એચ.ડી કરતા વિદ્યાર્થીઓને અન્ય ગાઇડની ફાળવણી કરવામાં આવશે.

આજરોજ મળેલી સિન્ડિકેટ બેઠકમાં ડો.પંચાલની કાયમી ગાઈડશીપ રદ કરવામાં આવી છે અને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ભવિસ્યમાં આવા બનાવો ન બને તે માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના તમામ ભવનો અને સંલગ્ન કોલેજમાં સેક્સુઅલ હરેસમેન્ટ સેલના સભ્યોના નામ નોટિસ બોર્ડ પર લગાવવામાં આવશે.

આજની આ સિન્ડિકેટ બેઠક કાર્યકારી કુલપતિ ડો.નિલંબારીબેન દવે ની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી.જેમાં સિન્ડિકેટ સભ્ય ડો.મેહુલ રૂપાણી, ડો.નેહલ શુકલ, ડો.ગિરીશ ભીમાણી, ડો.પ્રતાપસિંહ ચૌહાન સહિતના સિન્ડિકેટ સભ્યો હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.