Abtak Media Google News

વિદ્યાર્થીઓએ હવેથી યુનિવર્સિટી ખાતે ફી ભરવા માટે ધકકા નહીં ખાવા પડે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજરોજ વધુ એક વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજીટલ ભારત સાથે કદમ મિલાવવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા વધુ એક વિદ્યાર્થીલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી એવું બનતુ હતું કે વિદ્યાર્થીઓએ પ્રવેશ ફોર્મ કે ફી ભરવા માટે યુનિવર્સિટી સુધી ધકકા ખાવા પડતા હતા. જો કે હવેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન જ યુનિવર્સિટીની વેબસાઈટ પર ચૂકવણુ કરી શકશે અને બહારગામી આવતા વિદ્યાર્થીઓ હવે ઘર બેઠા જ ઓનલાઈન ફોર્મ, પ્રવેશ ફી કે પરીક્ષા ફી ભરી શકશે.

Advertisement

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણીએ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી વિદ્યાર્થીઓ યુનિવર્સિટીએ આવીને ફી ભરતા હતા. જો કે, ડિજીટલ યુગમાં વિદ્યાર્થીઓને કોઈપણ જાતની મુશ્કેલી વીના પ્રવેશ ફી કે પરીક્ષા ફી ભરી શકે તે માટેનો નિર્ણય આજે કરવામાં આવ્યો છે.  વિદ્યાર્થીઓને હવેથી યુનિવર્સિટી સુધી ફી ભરવા માટે ધકકા નહીં ખાવા પડે. ડિજીટલ ભારત સો કદમ મિલાવવા આ નિર્ણય લેવામાં આવ્યોછે. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઘણાખરા એવા છે કે જેઓ બહારગામી આવતા હોય છે અને વિદ્યાર્થીઓએ તમામ ફી યુનિવર્સિટીની કેશબારીએ રોકડેથી ભરવી પડતી હતી. જો કે હવે આ સમસ્યાનો અંત આવી જશે અને આગામી ટૂંક સમયમાં જ તમામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પોતાની પરીક્ષા ફી અને પ્રવેશ ફી ઓનલાઈન ભરી શકશે જેી કરી બહારગામથી યુનિવર્સિટી સુધી વિદ્યાર્થીઓને લંબાવુ નહીં પડે તેમજ ધકકા પણ નહીં ખાવા પડે.

ઘણા ખરા વિદ્યાર્થીઓની ફરિયાદો આવતી હતી કે, બહારગામથી આવતા હોય જેથી ટ્રાવેલીંગમાં પણ મુશ્કેલી પડતી હોય અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ફી ભરવા માટે લાંબી કતારો હોય જેને લઈને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. આ તમામ પ્રકારની મુશ્કેલીનો સામનો વિદ્યાર્થીને ન કરવો પડે તે માટેનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ અને ઉપકુલપતિ દ્વારા આજે કરવામાં આવ્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.