Abtak Media Google News

કેએસપીસી દ્વારા ‘એનએલપી ફોર એકસલન્સ’ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ યોજાયો

કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડકટીવીટી કાઉન્સીલના સેન્ટર ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ દ્વારા ટાટા કેમીકલ્સ લી.ના સહયોગથી તાજેતરમાં બાન હોલ ખાતે ઈન્ટરનેશનલ ટ્રેનર ઓફ એનઅલેપી એન્ડ હાયપ્નોસીસ તથા કલીનીકલ હાયપ્નોથેરાપીસ્ટ એન્ડ સાયકોથેરાપીસ્ટ, પવનકુમાર સિંઘનો એનએલપી ફોર એકસલન્સ એ વિષયે માર્ગદર્શક વાર્તાલાપ કાઉન્સીલના ઉપપ્રમુખ ડી.જી. પંચમીયાના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ હતો. કાર્યક્રમના પ્રારંભે કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઈ સચદેએ કાર્યક્રમનાં વિષય ઉપરની માહિતી તથા વકતાનો પરિચય આપેલ હતો. કાઉન્સીલના મંત્રી મનહરભાઈ મજીઠીયાના હસ્તે મુખ્ય વકતા પવનકુમાર સિંઘનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી મોમેન્ટો અર્પણ કરવામાં આવેલ હતા.

કાર્યક્રમના મુખ્ય વકતા પવનકુમાર સિંઘે જણાવેલ હતુ કે એનએલપી એટલે કે ન્યુરો લીગ્વીસ્ટીક પ્રોગ્રામીંગ જે એક બ્રેઈન સાયન્સ છે. આપણા મગજના ન્યુરોન્સને પ્રોગ્રામ કરીને જીવનમાં સફળતા કેમ મેળવવી એ અંગેનું વિજ્ઞાન છે. જેની મદદથી તમે પોતાને અને અન્યને વધુ સારી રીતે સમજી શકો છો. એનએલપી પ્રમાણે આપણે બે જાતનું કોમ્યુનિકેશન કરીએ છીએ. એક આપણી જાત સાથે અને એક બીજા સાથે આ બંનેમાં એનએલપી દ્વારા આપણે માસ્ટરી મેળવી શકીએ છીએ ૦ થી ૭ વર્ષની ઉંમરના બાળક જે અનુભવે છે. સાંભળે છે. જોવે છે તેતેના મગજમાં પ્રીન્ટ થઈ જાય છે. માતાના પેટમાં પણ બાળક માતા સાથે જોડાયેલ હોવાથી તમામ લાગણીઓનો અનુભવ કરે છે.

વધુમાં જણાવેલ હતુ કે ૭ થી ૧૪ વર્ષની ઉંમરનો સમય મોડેલીંગનો છે. એટલે કે મગજમાં દરેક વસ્તુનું મોડેલ બને છે. ૧૪ થી ૨૧ વર્ષની ઉંમર સોશ્યલાઈઝેશનનો સમય છે. જેમાં વ્યંકિત લોકો સાથે જોડાય છે. બાકીની ઉંમરનાં સમયમાં વ્યકિત પહેલાની ઉંમરની વસ્તુઓને લઈને જીવન જીવે છે.

જીવનમાં સફળતા મેળવવા માટે આપણે પોતાનો હેતુ સમજવો જરૂરી છે. જીવનમાં આપણુ લક્ષ્ય શું છે તે શોધવું જરૂરી છે. જે તમે વિચારો છો તે તમારા વ્યવહારમાં આવે છે. તમારૂ મગજ તમારી વિચારશકિત પર આધારીત છે.

કાર્યક્રમના અંતે આભાર દર્શન કાઉન્સીલની ટ્રેનીંગ પ્રોગ્રામ કમીટીના ચેરમેન દિપકભાઈ સચદેએ કરેલ હતુ. કાર્યક્રમમાં કાઉન્સીલની ગવર્નીંગ બોર્ડીંના સભ્ય દિલીપભાઈ ઠાકર, ડો. હિતેશ શુકલ તથા અન્ય સભ્યોમાં અમીત માણેક, એસબીઆઈના નિવૃત ચીફ મેનેજર પ્રહલાદભાઈ ગોહેલ, મનસુખલાલ જાગાણી, દિનકરરાય દેસાઈ, નરેન્દ્ર મહેતા, ભુષણ મજીઠીયા તેમજ વિવિધ કંપનીના અધિકારીઓ તથા વિવિધ કોલેજના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.